SINOR

દિવેર મઢી ખાતે ફોરવિલનો કાચ તોડી તસ્કરો અંદાજીત રૂપિયા 58 હજાર ઉપરાંતના મુદ્દામાલની ચોરી

વડોદરા જિલ્લાના શિનોર તાલુકાના દિવેર નજીક નર્મદા નદીનાં પટ મઢી ખાતે નર્મદા નદીનાં સમતલ પાણીમાં બાળકો સાથે દૂર દૂર થી સહેલાણીઓ ઉમટી પડતાં હોય છે.

જ્યારે સહેલાણીઓ પોતાની ગાડીઓ પાર્ક કરી ગાડીઓ માં રોકડ રકમ.મોબાઈલ. સહિત પાકીટ મૂકી નર્મદા નદીનાં પાણી માં મોજ કરવા જતાં હોય છે.
આજ રોજ પાર્ક કરેલી ફોરવીલ ગાડી માંથી રોકડ રકમ અને મોબાઈલ ફોન નંગ 6 ની ચોરી કરી ચોર ચોરી કરી પલાયન થતાં ચકચાર મચી જવા પામી છે.
ઝગડીયા ના ગોવાલી ખાતેથી દિવેર નર્મદા મઢી ખાતે આવેલ ની ગાડી માંથી અંદાજીત રૂપિયા 58 હજાર ઉપરાંતના મુદ્દામાલની ચોરી કરી ચોર ફરાર થઇ ગયા હતા.
સહેલાણી ગાડીમાં રોકડ રકમ અને મોબાઈલ ફોન મૂકીને નર્મદા નદીમાં સ્નાન કરવા ગયા હતા
દિવેર નર્મદા મઢી ખાતે પોલીસ બંદોબસ્ત હોવા છતાં તસ્કરો ચોરી કરી ફરાર થતાં પોલીસ ને ખુલ્લો પડકાર ફેક્યો છે.
દિવેર નર્મદા મઢી ખાતે અવાર નવાર સહેલાણીઓ ની ગાડીઓ માંથી કાચ તોડી ચોરી નાં બનાવો બનતા હોય છે.
શિનોર પોલીસે ચોરીની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ફૈઝ ખત્રી..શિનોર

[wptube id="1252022"]
Back to top button