DHORAJIRAJKOT

“આંતરરાષ્ટ્રીય યોગ દિવસ”ની ઉજવણીના ભાગરૂપે ધોરાજી ખાતે જનજાગૃતિ અર્થે યોજાઈ “બાઈક રેલી”

તા.૧૮ જૂન

વાત્સલ્યમ્ સમાચાર

અમુ સિંગલ જેતપુર

આગામી “આંતરરાષ્ટ્રીય યોગ દિવસ”ની ઉજવણીના ભાગરૂપે લોકોમાં યોગ પ્રત્યે જાગૃતિ પ્રવર્તે તે હેતુસર જેતપુર નાયબ પોલીસ અધિક્ષકશ્રી રોહિતસિંહ ડોડીયાનાં અધ્યક્ષસ્થાને ધોરાજી પોલીસ, ધોરાજી હોમ ગાર્ડ અનેજી.આર.ડી.ની ટીમ દ્વારા સંયુક્ત રીતે “બાઈક રેલી”નું આયોજન કરવામાં આવ્યું હતું

લોકોમાં જાગૃતિ આવે તેવા બેનર અને સ્લોગન સાથે તા.૧૮ જૂન સવારે ૧૧.૦૦ કલાકે યોજાયેલ આ બાઈક રેલીએ ધોરાજી શહેરના તમામ મુખ્ય માર્ગો, ત્રણ દરવાજા, માર્કેટ વિસ્તારમાં ફરીને લોકોમાં જાગૃતિ લાવવા પ્રયાસ કર્યો હતો.

આ બાઈક રેલીમાં ધોરાજી પોલીસ સ્ટેશનનાં અધિકારીઓ – કર્મચારીઓ, ધોરાજી હોમ ગાર્ડનાં અધિકારીઓ – કર્મચારીઓ, જી.આર.ડી.નાં અધિકારીઓ – કર્મચારીઓ જોડાયા હતા.

[wptube id="1252022"]
Back to top button