MORBIMORBI CITY / TALUKO

હળવદ તાલુકા નું એવું ગામ કે જ્યાં લોકો ને ચોમાસા માં પણ પાણી ની સમસ્યા યથાવત છે

હળવદ તાલુકા નું એવું ગામ કે જ્યાં લોકો ને ચોમાસા માં પણ પાણી ની સમસ્યા યથાવત છે

હળવદ તાલુકાના નવા માલણીયાદ ગામમાં ચોમાસામાં પાણીની સમસ્યા સર્જાઈ છે. જેમાં છેલ્લા બે ત્રણ દિવસથી વાવાઝોડાના કારણે લાઈટ નહીં હોવાથી પાણીની સમસ્યા ઉદભવી હતી અને હાલ લાઈટ હોવા છતાં પણ પાણી નહીં આપતા હોવાનું ગ્રામજનો દ્વારા આક્ષેપ લગાવવામાં આવ્યો છે. વધુમાં જણાવ્યું હતું કે અમારી શેરીમાં રોડ મંજૂર થઈ ગયો હોવા છતાં રોડ કરતા નથી અને કાદવમાંથી પસાર થવું પડે છે. મહિલાઓ દ્વારા આક્ષેપ લગાવવામાં આવ્યો હતો કે ચૂંટણી સમયે મત લેવા ટાંણે પ્રલોભન આપીને કામ કઢાવી જતા હોય છે અને ત્યારબાદ સત્તામાં આવી ગયા પછી કોઈ સમસ્યાનું નીરાકરણ થતું નથી વધુમાં તાલુકા કારોબારી ચેરમેને પાણીનો સંપ ચાલુ કરવા માટે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી હતી પરંતુ હજુ સુધી આ પાણીનો સંપ પણ ચાલુ નહીં કરવામાં આવતા ગ્રામજનોને ગંદુ પાણી પીવું પડે તેવી સ્થિતિ સર્જાઈ છે. ત્યારે નવા માલણીયાદ ગ્રામજનોને પાણીની યોગ્ય વ્યવસ્થા કરવા માટે મહિલાઓએ માંગ કરી છે. જોકે આ બાબતે તલાટી કમ મંત્રી દિપકભાઈ હડીયલ સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે પાણીની સમસ્યા વિશે મને જાણકારી નથી હું હમણા રજા પર હતો હું સરપંચ સાથે વાત કરી લવ છું.

[wptube id="1252022"]
Back to top button