MAHISAGARSANTRAMPUR

મહીસાગર જીલ્લા કલેક્ટર દ્વારા સંતરામપુર સબ જેલની તપાસણી મુલાકાત

રિપોર્ટર…
અમિન કોઠારી
સંતરામપુર

મહીસાગર જિલ્‍લા કલેકટરશ્રી ભાવિન પંડયા દ્વારા સંતરામપુર સબ જેલની અને સંતરામપુર પોલીસ સ્ટેશનની તપાસણી મુલાકાત કરવામાં આવી.

મહીસાગર જિલ્‍લા કલેકટરશ્રી ભાવિન પંડયા દ્વારા સંતરામપુર સબ જેલની અને સંતરામપુર પોલીસ સ્ટેશનની તપાસણી મુલાકાત કરવામાં આવી હતી.

 

 


કલેકટરશ્રી ભાવીન પંડયા સંતરામપુર સબ જેલની મુલાકાત લઇને જેલમાં હાજર કેદીઓની વિગતોની ચકાસણી કરવાની સાથે જેલના રેકર્ડની ચકાસણી અને તપાસણી કરી જેલરને જરૂરી સૂચનો કર્યા હતા. સાથે પોલીસ સ્ટેશનમાં રહેલ રેકર્ડની જાત તપાસ કરી પડતર ફાઇલોનો ઝડપથી નિકાલ કરવા સુચના આપી હતી.

કલેકટરશ્રીએ સબ જેલની મુલાકાત દરમિયાન જેલમાં રહેલા કેદીઓ સાથે સંવાદ કરી તેઓને આપવામાં આવતી સગવડોની જાણકારી મેળવી હતી.

કલેકટરશ્રીની આ મુલાકાત દરમિયાન સંતરામપુરના પ્રાંત અધિકારીશ્રી કૌશીક જાદવ અને મામલતદારશ્રી સંગાડા તથા કલેકટર કચેરીની ફોજદારી શાખાના વિરેન્‍દ્રભાઇ પ્રજાપતિ અને નયનકુમાર પટેલ ઉપસ્થિત રહ્યા હતા.
————————–

[wptube id="1252022"]
Back to top button