MORBIMORBI CITY / TALUKO

મોરબીના સંગીતાબેન ભાટિયાની સ્મૃતિમાં કુંડારિયા પરિવાર દ્વારા રક્તદાન કેમ્પ યોજાશે

મોરબીના સંગીતાબેન ભાટિયાની સ્મૃતિમાં કુંડારિયા પરિવાર દ્વારા રક્તદાન કેમ્પ યોજાશે

મોરબી,અહીંના લોકો સતત કંઈક ને કંઈક સેવાકીય પ્રવૃત્તિઓ લોકોપયોગી પ્રવૃત્તિઓ કરતા હોય છે,અને માનવજીવનને સફળ બનાવવાનો પ્રયત્ન કરતા હોય છે ત્યારે સ્વ.સંગીતાબેન દિવ્યકાંત ભાટિયાનું દુઃખદ અવસાન થતાં એમના આત્માની શાંતિ અને કલ્યાણાર્થે રક્તદાન કેમ્પ નું આયોજન સંસ્કાર ઇમેજિંગ હોલ સંસ્કાર બ્લડ બેંક,મોરબી ખાતે તા.23.06.23 ને શુક્રવારના રોજ બપોરે 3.00 વાગ્યાથી 7.00 વાગ્યા સુધી રાખેલ છે.રક્તદાન એ મહાદાનની ઉક્તિને સાર્થક કરવા સગા,વ્હાલા,સંબંધીઓને ખુબજ મોટી સંખ્યામાં રક્તદાન કરવા પધારવા કુંડારિયા પરિવાર દ્વારા આહવાન કરવામાં આવ્યું છે.એમ નવનિતભાઈ કુંડારિયાની યાદીમાં જણાવાયું છે.

[wptube id="1252022"]
Back to top button