BHARUCHBHARUCH CITY / TALUKO

ભરૂચ : આગીમી તા.૨૧મી જૂને થનારી વિશ્વ યોગ દિવસની ઉજવણીને લઈને એગ્રીકલ્ચર કોલેજ ભરૂચ સામૂહિક સૂર્ય નમસ્કાર કાર્યક્રમ યોજાયો

 

શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર દ્વારા આયોજિત તા.૧૭ જુન, ૨૦૨૩ના રોજ સવારે યોગ વિશેષજ્ઞના માર્ગદર્શન હેઠળ સામૂહિક સૂર્ય નમસ્કાર કાર્યક્રમ એગ્રીકલ્ચર કોલેજ ભરૂચ ખાતે યોજાયો હતો. આ કાર્યક્રમમાં ભરૂચનાં વિદ્યાર્થીઓ તેમજ સ્ટાફે ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં કોલેજના આચાર્યશ્રી ડો. ડી ડી પટેલની ખાસ ઉપસ્થિતિ હતી. ડો. ડી.ડી. પટેલે પણ વિદ્યાર્થીઓ સમક્ષ સૂર્યનમસ્કારના આસન રજૂ કરી વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધાર્યો હતો. સમગ્ર કાર્યક્રમનું સંચાલન કોલેજના યોગા નોડલ અધિકારી અને ફીઝીકલ ઇન્સ્ટ્રકટર ડો. હિરેન મકવાણા દ્વારા કરવામાં આવ્યું હતું.

બ્રિજેશકુમાર પટેલ, ભરૂચ

[wptube id="1252022"]
Back to top button