ચાસવડ આશ્રમશાળામાં સાંસદ અને પૂર્વ મંત્રીએ બાળકોને પ્રવેશોત્સવ અપાવ્યો.

ભરૂચ જીલ્લાના આદિવાસી વિસ્તારમાં આવેલા નેત્રંગ તાલુકાના દેશની પ્રથમ કસ્તુરબા સેવાશ્રમ સંચાલીત ચાસવડ આશ્રમશાળાના શાંતિવષૉ નિકેતન પ્રાથઁનાગૃહમાં સાસંદ મનસુખભાઇ વસાવા,પુવઁમહેસુલ મંત્રી અને ટ્રસ્ટ્રી ખુમાનસિંહ વાંસીયા અને લોકગાયક અભેસિંહ રાઠોડે અને આગેવાનોની વિશેષ ઉપસ્થિતિમાં શાળા પ્રવેશોત્સવનો કાયૅક્રમ યોજાયો હતો.જેમાં સાસંદે બાળકોને કુમકુમ તિલક કરી પાઠ્યપુસ્તકો અને સ્કુલબેગ આપીને ઉજ્જવળ ભવિષ્યની કામના કરી હતી.
ભરૂચ સાંસદ મનસુખભાઇ વસાવાએ જણાવ્યું હતું કે,આશ્રમશાળામાં અભ્યાસ કરતાં બાળકોની ઉજ્જવળ ભવિષ્ય અને રહેવા-જમવા સહિત તમામ સુખવડની ખુમાનસિંહ વાંસીયા ચિંતા કરે છે.તો સારૂ શિક્ષણ પ્રાત કરી પોતાનું ભવિષ્ય ઉજ્જવળ કરો.ખુમાનસિંહ વાંસીયાએ જણાવ્યું હતું કે,દેશની નવી-જુની સંસદ ભવનમાં બેસનાર એકમાત્ર સાંસદ મનસુખભાઇ વસાવાના હસ્તે બાળકોને શાળામાં પ્રવેશ અપાય તે આનંદ વાત છે,અને આશ્રમશાળમાં ચાલતી વિવિધ શૈક્ષણિક પ્રવૃતિઓ વિશે વિસ્તૃત ચચાઁ કરી હતી.લોકગાયક અભેસિંહ રાઠોડે પણ પોતાની વાત રજુ કરી હતી.ત્યારબાદ કામલીયા ગામે પ્રધાનમંત્રી આવાસના કામોનું નિરીક્ષણ કર્યું હતું.જે દરમ્યાન નેત્રંગ તાલુકના સંગઠનના પદાધિકારીઓ-અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
બ્રિજેશકુમાર પટેલ, ભરૂચ








