PADDHARIRAJKOT

બિપરજોય વાવાઝોડા બાદ રોગચાળો ન ફેલાય તે માટે પડધરી આરોગ્યતંત્ર એક્શન મોડમાં

તા.૧૭ જૂન

વાત્સલ્યમ્ સમાચાર

અમુ સિંગલ જેતપુર

પડધરી તાલુકાના ૩૨ ગામોમાં કલોરીનેશન પૂર્ણ, સાંજ સુધીમાં તમામ ગામોમાં કલોરીનેશન પૂર્ણ કરાશે

બિપરજોય વાવાઝોડાને લીધે રાજકોટ જિલ્લામાં ભારે વરસાદ અને પવન ફૂંકાયા બાદ સ્થિર પાણી અને ભેજવાળા વાતાવરણમાં પાણીજન્ય રોગચાળો ન ફેલાય તે માટે તંત્ર દ્વારા તકેદારીના ભાગરૂપે ક્લોરીનેશનની કામગીરી યુદ્ધના ધોરણે ચાલુ કરવામાં આવી છે. જેમાં રાજકોટ જિલ્લાના પડધરી તાલુકામાં આજે વહેલી સવારથી જ ક્લોરીનેશનની કામગીરી ચાલુ કરવામાં આવી હતી. આ કામગીરી માટે આરોગ્ય કર્મચારીઓને ગામો ગામ મોકલીને ગામના પાણીના ટાંકા, અન્ય પાણીના સ્રોતોમાં ક્લોરીનેશન કરવામાં આવી રહ્યું છે.

તાલુકા આરોગ્ય અધિકારી શ્રી વૈભવ ગોરીયાણાના માર્ગદર્શન હેઠળ સરપદડ અને સાલ પીપળીયાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, તેમજ ખોડાપીપરના મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર તેમજ સુપરવાઈઝરો દ્વારા સપરદડ, મોટા રામપર, તરઘડી, સુવાગ, નવા નારણકા, ઈશ્વરીયા, મોવૈયા વગેરે ગામોમાં ક્લોરિનેશનની કામગીરી પુરજોશમાં હાથ ધરવામાં આવી રહી છે. પડધરીના કુલ ૩૨થી વધુ ગામોમાં કલોરીનેશનની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે, પડધરીના બાકીના તમામ ગામોમાં સાંજ સુધીમાં કલોરીનેશન પૂર્ણ કરવામાં આવશે, તેમ સુપરવાઇઝર શ્રી માનસિંહભાઈ પરમારે જણાવ્યું છે.

[wptube id="1252022"]
Back to top button