
વાત્સલ્ય સમાચાર આસીફ શેખ લુણાવાડા
હાજી જી. યુ. પટેલ હાઈસ્કૂલ, લુણાવાડા.
શાળામાં યોજાયું વાલી સંમેલન”

શાળામાં અભ્યાસ કરતાં ધો. 9 થી 12 ના વિદ્યાર્થીઓના વાલીઓનું સંમેલન આજ તા.17.06.23 ને શનિવારના રોજ સવારે 11.00 કલાકે રાખવામાં આવેલ હતું જેમાં મોટી સંખ્યામાં વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમની શરૂઆત કલામે પાકની તિલાવતથી કરવામાં આવી હતી. વાલીઓ અને મહેમાનોને આવકાર શાળાના સિનિયર શિક્ષક જનાબ આર. કે. શેખે આપ્યો હતો. શાળાના શિક્ષક સિનિયર આર. કે. પટેલ દ્વારા અભ્યાસ અંગે શું કાળજી રાખવાની વાલીઓને જરૂર છે તે અંગે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું અને પોતાના સંતાનોને નિયમિત શાળામાં મોકલવા વિનંતી કરી હતી. શાળાના ઉ.મા. વિભાગના શિક્ષિકા નસીમબેને પણ જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. શાળાના આચાર્યએ વ્યક્તિના જીવનમાં શૈક્ષણિક કારકિર્દીનું મહત્વ સમજાવી, વાલીઓની તેમાં ભૂમિકા કેટલી મહત્વની છે તેમજ શાળાને પ્રગતિના પંથે લઈ જવા માટે એક ટીમ બનીને કામ કરવું પડશે તેમ કહી ઉપયોગી ચર્ચા કરી હતી. આ પ્રસંગે શાળા મંડળના ઉપપ્રમુખ જનાબ અહેમદ પટેલ સાહેબે પણ શિક્ષણ અંગે જરૂરી માર્ગદર્શન આપી, શાળા મંડળ હંમેશા હકારાત્મક વલણ રાખી પ્રગતિશીલ નિર્ણયો લે છે તેમ જણાવી તેમને મંડળનું આગળનું આયોજન જણાવ્યું હતું. આ પ્રસંગે કાર્યક્રમના અધ્યક્ષ અને શાળા મંડળના પ્રમુખ જનાબ મુસ્તાકભાઈ રશીદ સાહેબ પણ જરૂરી સૂચનો કર્યા હતા.
આ સંમેલનમાં HSC-23 માં 92 ટકા મેળવી સમગ્ર જિલ્લામાં પ્રથમ નંબર મેળવનાર ગુલાટી સોહાનું સન્માન કરવામાં આવ્યું હતું તેમજ ઉત્કૃષ્ઠ દેખાવ કરનાર અન્ય વિદ્યાર્થીઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સખીદાતાઓ દ્વારા તમામ તેજસ્વી વિદ્યાર્થીઓને રોકડા ઈનામો આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં શાળા મંડળના સેક્રેટરી જનાબ શબ્બીરભાઈ પટેલ સાહેબ તેમજ અન્ય ટ્રસ્ટીઓ જનાબ ઝકરિયાભાઈ પટેલ, જનાબ ઈદરીસભાઈ સુરતી, જનાબ ખલીકભાઈ પટેલ, જનાબ ખલીલભાઈ રશીદ, જનાબ બુરહાનભાઈ સિભાઈ વિગેરે હજરાત હાજર રહી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા. વાલીઓના સૂચનો પણ લેવામાં આવ્યા હતા. આભાર વિધિ શાળા શિક્ષક જનાબ જી.બી. શેખે કરી હતી. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન શાળા શિક્ષક જનાબ આઈ.એમ. પઠાણે કર્યું હતું. કાર્યક્રમને સફળ બનાવવા તમામ શિક્ષકમિત્રોએ ભારે મહેનત કરી હતી. એકંદરે કાર્યક્રમ ખૂબ સફળ રહ્યો હતો








