ARAVALLIBAYAD

અરવલ્લી જિલ્લા કલેકટર પ્રશસ્તિ પરીકની અધ્યક્ષતામાં સંકલન સમિતિની બેઠક મળી

વાત્સલ્યમ સમાચાર કિરીટ પટેલ બાયડ

અરવલ્લી જિલ્લા કલેકટર પ્રશસ્તિ પરીકની અધ્યક્ષતામાં મળી જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક
અરવલ્લી જીલ્લાના હિત અને પ્રશ્નોના સમાધાન માટે મળી જિલ્લાની સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક

આજે મોડાસા કલેકટર કચેરી ખાતે કલેકટર શ્રી પ્રશસ્તિ પરીકની અઘ્યક્ષતામાં બેઠક મળી હતી. બેઠકમાં નિવૃત્ત થતા કર્મચારીઓના પેન્શન, સરકારી લેણાં, કર્મચારીઓને મળતા લાભ, લોક અરજીના નિકાલ અંગે પણ બેઠકમાં ચર્ચા કરવામાં આવી. લોકોની અરજીઓના યોગ્ય નિકાલની પણ ચર્ચા કરાઈ. વહીવટી કામગીરીને ઝડપી અને પરિણામ સભર બનાવવા પણ સૂચન કરાયા.

આ સાથે રાજયના સૂચક પ્રમાણે જિલ્લાના શિક્ષણ, આરોગ્ય, ખેતીવાડી, ગ્રામ પ્રગતિ જેવા વિષયો પર ચિંતન કરી જિલ્લાને ઉચ્ચ સ્તરે પહોચાડવા અંગે ચર્ચા કરવામાં આવી.

આ બેઠકમાં જિલ્લા પોલીસ વડાશ્રી સંજય ખરાત , જિલ્લા વિકાસ અધિકારી (ઈ.ચા.) રાજેશ કુચારા , જિલ્લા અધીક નિવાસી કલેકટર એન.ડી.પરમાર સહિત જિલ્લા સંકલન સમિતિના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.

૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦

[wptube id="1252022"]
Back to top button