MALIYA (Miyana)MORBIMORBI CITY / TALUKO

માળીયા ( મી.) થી ખીરઈ વાળો ઓવરબ્રિજ પર ભ્રષ્ટાચાર ના પોપડા ને વરસાદે ખોલી નાખ્યા!

માળીયા ( મી.) થી ખીરઈ વાળો ઓવરબ્રિજ પર ભ્રષ્ટાચાર ના પોપડા ને વરસાદે ખોલી નાખ્યા!

આરીફ દિવાન મોરબી સમગ્ર રાજ્યમાં પવન વરસાદ વાવાઝોડાની આગાહી અંતર્ગત સતત લોકો ભયભીત રહ્યા હોય તે ભયંકર સંકટ ગત રાત્રે એટલે કે તારીખ 15 6 2023 ના રોજ કચ્છના દરિયામાંથી દૂર થઈ રાજસ્થાન તરફ વણાંક લીધો છે ત્યારે ગત રાત્રે વાવાઝોડા ના કરંટ ના સંકેતો અંતર્ગત હવામાનની આગાહી ને સાર્થક કરતું વાવાઝોડા સ્વરૂપે મોટાભાગે વૃક્ષો સહિત ટાવરો પતરા બેનર અને કાચા પાકા મકાનો પડિયાના વાવડ છે ત્યારે કોઈ જાનહાની થયેલ નથી તે સૌભાગ્ય છે ગુજરાતીઓનું પરંતુ જે દિશામાં એટલે કે કચ્છ તરફ જવાના માર્ગે ભયભીત સંકટ વાવાઝોડું નું સંકટ હળવું થયાની સાથે જ તે દિશા તરફ જતા માર્ગો પર સામાન્ય વરસાદથી ભ્રષ્ટાચાર ના પોપડા ખરી પડ્યા હોય તેમ ઘટના પ્રકાશમાં આવી છે જે ઘટના તંત્ર વાહકો અને વિકાસની વાતો કરનાર નેતાઓ માટે એક લાલબત્તી સમાન છે..

 

મોરબી જિલ્લાના માળીયા મીયાણા ગામથી ખીરઈ નો ઓવરબ્રિજ આશરે એક મહિના પહેલા જ શરૂ થયો છે જે શરૂ થયાની સાથે ગાબડા ધારી બની જતા કચ્છ તરફ અવનજવન કરતા વાહન ચાલકો માટે ભયભીતચિંતક કોઈ દુર્ઘટના ના સજે તે પહેલા જ તંત્ર વાહકોએ એલર્ટ થઈ નબળી કોલેટી વાપરનાર કોન્ટ્રાક્ટર અને તંત્ર સામે દંડપાત્ર કાર્યવાહી સાથે પ્રજાહિત કાર્યવાહી કરી ખરા અર્થે ભ્રષ્ટાચાર અટકાવવો જોઈએ હાલ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ભ્રષ્ટાચાર નાબૂદ કરવા માટે મોટા ભાગની સિસ્ટમ ઓનલાઇન શરૂ કરી છે જે સિસ્ટમમાં ભ્રષ્ટાચાર નો વાયરસ સ્થાનિક જિલ્લા કક્ષાના અધિકારીઓએ દૂર કરી ભ્રષ્ટાચારીઓ સામે કાયદાનું શાસ્ત્ર ઉગાવી કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ જેથી ફરી કોઈ વખત ભ્રષ્ટાચાર ના પોપડા પ્રજા માટે જોખમી ન બને તેની તકેદારી રાખવી જોઈએ તે આજના આધુનિક ટેકનોલોજી ડિજિટલ યુગની લાગણી ભેર માંગણી મોરબી જિલ્લા પંથકમાં મતદાર પ્રજા મા જન્મી છે

[wptube id="1252022"]
Back to top button