MALIYA (Miyana)MORBIMORBI CITY / TALUKO

મોરબી વહીવટી તંત્ર દ્વારા આમરણ જામનગર રોડ પર ૧૦ મિનિટમાં રસ્તા પર પડેલ વૃક્ષ હટાવી વાહન વ્યવહાર પૂર્વવત કરાયો

મોરબી વહીવટી તંત્ર દ્વારા આમરણ જામનગર રોડ પર ૧૦ મિનિટમાં રસ્તા પર પડેલ વૃક્ષ હટાવી વાહન વ્યવહાર પૂર્વવત કરાયો

રસ્તા પર ધરાશયી થયેલા વૃક્ષને અદ્યતન સાધનોથી હટાવી રસ્તો ફરી ચાલુ કરવાયો

બિપરજોય વાવાઝોડાની અસર મોરબી જિલ્લામાં વરતાઈ રહી છે વરસાદ અને ભારે પવનના કારણે ક્યાંક વીજપોલ તો ક્યાંક ઝાડ ધરાશાયી થઈ રહ્યા છે. તંત્રની પૂર્વ તૈયારીના કારણે કોઈ સમસ્યા ઉદભવે કે તરત જ તેનું નિરાકરણ કરવામાં આવી રહ્યું છે. આમરણ થી જામનગર રોડ ઉપર ભારે ઝાડ ધરાશાહી થયું હતું જેના કારણે રોડ બંધ થઈ ગયો હતો. પરંતુ મોરબી પ્રાંત અધિકારીશ્રી ડી.એ. ઝાલા, મોરબી ગ્રામ્ય મામલતદારશ્રી નિખિલ મહેતા, સર્કલ ઓફિસરશ્રી સંજય બારૈયા, માર્ગ અને મકાન વિભાગ એસ.ઓ.શ્રી કોરડીયા અને મોરબી મામતદાર ઓફિસ ફિલ્ડ સ્ટાફ દ્વારા તાત્કાલિક સ્થળ પર પહોંચી ૧૦ મિનિટમાં જ અદ્યતન સાધન સામગ્રી સાથે ઝાડ હટાવવાની કામગીરી હાથ ધરી રસ્તો વાહન વ્યવહાર માટે ખાલી કરાવી વાહન વ્યવહાર પૂર્વવત કરાવ્યો હતો

[wptube id="1252022"]
Back to top button