મોરબી: સતવારા સમાજ દ્વારા અસરગ્રસ્ત લોકોને ભોજન અને રહેવાની વ્યવસ્થા કરવામાં આવી …

મોરબીમાં બિપોરજોય વાવાઝોડાને કારણે સતવારા સમાજ દ્વારા અસરગ્રસ્ત લોકોને ભોજન અને રહેવાની વ્યવસ્થા પણ કરવામાં આવી …

મોરબીમાં બિપોરજોય વાવાઝોડાને કારણે મોરબી સતવારા જ્ઞાતિની વાડી ( કલિકા પ્લોટ)માં આશરે સો- સવાસો માણસોને આશ્રય આપવામાં આવેલ અને મોરબી સતવારા સમાજ દ્વારા અસરગ્રસ્ત લોકોને ભોજન અને રહેવાની વ્યવસ્થા પણ કરવામાં આવી … આ વ્યવસ્થામાં ઉપસ્થિત મોરબી સતવારા જ્ઞાતિના પ્રમુખ ડો. લખમણભાઇ કંઝારિયા ,મોરબી સતવારા ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ રઘુભાઈ કંઝારીયા, મોરબી સતવારા મંડળના પ્રમુખ હરિનભાઈ પરમાર, મોરબી જિલ્લા સતવારા કર્મચારીના મંડળના પ્રમુખ મહેશભાઈ પરમાર, સતવારા સમાજ સેવા મંડળના પ્રમુખ ગોવિંદભાઈ હડીયલ, વાઘપરા સતવારા જ્ઞાતિના પ્રમુખ ભુદરભાઈ જાદવ ,મંત્રી પ્રકાશભાઈ સોનગરા, માધાપર સતવારા જ્ઞાતિ વાસણ સમિતિના પ્રમુખ તથા ટ્રસ્ટી શ્રી હરિભાઈ કંઝારિયા, કિશોરભાઈ પરમાર, કેસુભાઈ જાદવ, રતિભાઈ મિસ્ત્રી , કાંતિલાલ ડાભી રસોઈયા હરિભાઈ કંઝારિયા વગેરે આગેવાનો તેમજ વિદ્યાર્થીઓ દ્વારા અસરગ્રસ્ત લોકોને સહાયરૂપ બનવા પ્રયત્ન કરેલા.










