નેત્રંગ ખાતે ઝઘડીયા વિધાનસભનું સુશાસન ના 9 વર્ષ નિમિતે યોજયું વિરાટ લાભાર્થી સંમેલન.


નેત્રંગ માંડવી રોડ પર આવેલ ભક્તિધામ સ્વામિનારાયણ મંદિર ખાતે ભારતીય જનતા પાર્ટી ઝઘડીયા વિધાનસભા દ્વારા મહા જનસંપર્ક અભિયાન હેઠળ વિરાટ લાભાર્થી સંમેલન યોજાયું હતું.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃવમાં કેન્દ્ર સરકારને સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણના 9 વર્ષની ઉજવણી અંતર્ગત ઝઘડીયા વિધાનસભાના ધારાસભ્ય રિતેશભાઈ વસાવા દ્વારા લાભાર્થી સંમેલનનો કાર્યકમ આયોજિત કરાયો હતો.
વર્ષ 2014 થી રાષ્ટ્રની ધૂરા નરેન્દ્ર મોદીએ સંભાળ્યા બાદ સામાજિક, આર્થિક, આરોગ્ય, રક્ષા, સંસ્કૃતિ, વેપાર, ઉધોગ સહિતના તમામ ક્ષેત્રે આવેલા બદલાવની ફલશ્રુતિ ભરૂચ જિલ્લાના સાંસદ મનસુખભાઇ વસાવા, ભરૂચ જિલ્લા પ્રમુખ મારૂતિસિંહ અટોદરિયા, ધારાસભ્ય રિતેશ વસાવા સહિતના દ્વારા રજૂ કરાઈ હતી.
અનેક જનકલ્યાણ અને રાષ્ટ્રહિતના નિર્ણય થકી આજે વિશ્વ ભારતને ઉન્નત શિખર પર આદર સાથે સન્માનભેર જોઈ રહ્યું છે ત્યારે દેશ સહિત ગુજરાત રાજ્ય અને ભરૂચ જિલ્લામાં પણ તમામ ક્ષેત્રે વિકાસના કરાયેલા કાર્યો અને તેનાથી લોકોના જીવનમાં આવેલા હકારાત્મક બદલાવો વિવિધ લાભાર્થીઓએ આ તબક્કે તેમના શબ્દોમાં જ રજૂ કર્યા હતા.
મહા જનસંપર્ક અભિયાન લાભાર્થી સંમેલનમાં જિલ્લા તેમજ વાલિયા, નેત્રંગ અને ઝઘડીયા તાલુકા સંગઠનના હોદ્દેદારો, ત્રણેય તાલુકાનાં તાલુકા અને જિલ્લા પંચાતના ચૂંટાયેલા સભ્યો તેમજ અન્ય આગેવાનો, પદાધિકારીઓ, અધિકારીઓ સહિત વિશાળ સંખ્યામાં લાભાર્થીઓ જોડાયા હતા.
બ્રિજેશકુમાર પટેલ, ભરૂચ








