NATIONAL

એક જ પરિવારના છ લોકો ઝૂંપડામાં આગ લાગવાથી જીવતા જ ગંભીર રીતે દાઝી જતા મોત

ઉત્તર પ્રદેશના કુશીનગર જિલ્લામાં આગ લાગવાની મોટી ઘટના બની છે. રામકોલા શહેરમાં એક જ પરિવારના છ લોકો ઝૂંપડામાં આગ લાગવાથી જીવતા જ ગંભીર રીતે દાઝી જતા મોત થયા હતા. આ ગંભીર ઘટનામાં માતા અને પાંચ બાળકો જીવતા જ ભૂંજાયા હતા. મૃત્યુ પામેલા બાળકોની ઉંમર એકથી 10 વર્ષની વચ્ચે હતી.

રામકોલાના વોર્ડ નંબર બે ઉર્ધાના નવમી પ્રસાદ રાત્રે 10 વાગ્યે જમ્યા બાદ પત્ની અને બાળકો સાથે ઝૂંપડીમાં સૂઈ રહ્યા હતા. વોર્ડના લોકોના જણાવ્યા મુજબ રાત્રે લગભગ એક વાગ્યે જોરદાર અવાજ આવતા હું જાગી ગયો ત્યારે નવમીની ઝૂંપડી સળગી રહી હતી. પોલીસ અને ફાયર બ્રિગેડના કર્મચારીઓ પહોંચ્યા અને આગમાં ગંભીર રીતે દાઝી જવાથી નવમીની પત્ની  સહિત પાંચ બાળકોના મોત થયા હતા. નવમીની પત્ની સંગીતા, પુત્ર અંકિત, પુત્રી લક્ષ્મીના, રીટા, ગીતા અને બાબુના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યા હતા. તેઓને એમ્બ્યુલન્સ દ્વારા સીએચસીમાં લઈ જવામાં આવ્યા, જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા. લોકોએ જણાવ્યું કે આગ એટલી ઝડપથી ફેલાઈ કે અંદર સૂઈ રહેલા લોકોને બહાર નીકળવાનો મોકો ન મળ્યો. નવમીના પિતા સરજુ બાજુના ઝૂંપડામાં સૂતા હતા. આગ પર અવાજ કરીને તેણે લોકોને તેની જાણ કરી.

આ આગની ઘટનાની જાણ થતાં જ વહીવટી અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને રાહત કાર્યમાં લાગી ગયા હતા, પરંતુ ત્યાં સુધીમાં છ લોકોના મોત થઈ ચૂક્યા હતા. એસપી ધવલ જયસ્વાલે જણાવ્યું કે ઘટનાની તપાસ શરૂ કરી દેવામાં આવી છે. આગ લાગવાનું કારણ હજૂ સુધી જાણી શકાયું નથી. આગની આ ઘટનામાં પતિ સલામત છે, તેણે ભાગીને પોતાનો જીવ બચાવ્યો હતો.

[wptube id="1252022"]
Back to top button