JETPURRAJKOT

વાવાઝોડાના અસરગ્રસ્તો માટે વોર્ડ નં ૭૧માં કાર્યરત રસોડાની મુલાકાત લેતા મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલ તથા ભાનુબેન બાબરીયા

તા.૧૪ જૂન

વાત્સલ્યમ્ સમાચાર

અમુ સિંગલ જેતપુર

રાજકોટ વિધાનસભા ૭૧માં આવેલ વિવેકાનંદ સ્કુલ ખાતે શેર વિથ સ્માઈલ સ્વેચ્છિક સંસ્થા તથા ભાજપના સહયોગથી વાવાઝોડાના અસરગ્રસ્તો માટે ચાલી રહેલા રસોડાની મુલાકાત રાજકોટના પ્રભારી મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલ તથા મહિલા અને બાળ વિકાસ મંત્રીશ્રી ભાનુબેન બાબરીયાએ લીધી હતી.

તેમજ તૈયાર થયેલ ફુડ પેકેટની કામગીરીને નિહાળી કુદરતી આપદાની ઘડીએ અન્નસેવાની આ પ્રવૃત્તિમાં ભાગ લેનાર સૌ સેવાભાવીઓને બિરદાવ્યા હતા. આશરે એક લાખથી વધુ ફૂડ પેકેટ તૈયાર કરાયા હતા. આ પ્રસંગે અગ્રણીશ્રી મુકેશભાઈ દોશી, નગરસેવકો, કાર્યકરો ઉપસ્થિત રહયા હતા.

[wptube id="1252022"]
Back to top button