PADDHARIRAJKOT

પડધરી તાલુકામાં સંભવિત બિપરજોય વાવાઝોડાથી બચાવ અર્થે ૪૨૮ લોકોને સલામત સ્થળે ખસેડાયા

તા.૧૪ જૂન

વાત્સલ્યમ્ સમાચાર

અમુ સિંગલ જેતપુર

રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સંભવિત બિપરજોય વાવાઝોડાથી કોઈ પણ પ્રકારની માલહાનિ અને જાનહાનિ ન થાય, તે માટે જરૂરી કામગીરી કરાઈ રહી છે. જે અન્વયે રાજકોટ જિલ્લાના પડધરી તાલુકામાં ૧૭૦ બાળકો, ૩૦ વૃદ્ધો, ૩ સગર્ભાઓ સહીત ૪૨૮ લોકોને સલામત સ્થળે ખસેડાયા હતા.

જિલ્લા કલેકટરશ્રી પ્રભવ જોષીના માર્ગદર્શન હેઠળ તથા ગ્રામ્ય પ્રાંત અધિકારીશ્રી વિવેકભાઈ ટાંકની સુચના મુજબ મામલતદારશ્રી કૃષ્ણકુમારસિંહ જી. ચુડાસમાના નેજા હેઠળ ગીતાનગર તાલુકા શાળા, મારુતિ હોલ, સરપદડ ગામમાં સુરક્ષિત સ્થળે આશ્રયસ્થાન ઉભા કરવામાં આવ્યા છે. જ્યાં સ્થળાંતરિતો માટે રહેવા અને જમવાની વ્યવસ્થા કરાઈ છે, તેમ મામલતદાર કચેરી, પડધરીની યાદીમાં જણાવાયું છે.

[wptube id="1252022"]
Back to top button