JETPURRAJKOT

રાજકોટ જિલ્લાના વિવિધ તાલુકાઓમાં વીજપુરવઠો પૂર્વવત કરવા ૧૧૦ વીજ જનરેટરો ઉપલબ્ધ

તા.૧૪ જૂન

વાત્સલ્યમ્ સમાચાર

અમુ સિંગલ જેતપુર

રાજકોટ જીલ્લામાં સંભવિત વાવાઝોડાની પરિસ્થિતિમાં વીજ પુરવઠો ખોરવાઈ જાય તો પવીજ પુરવઠો પુનઃ સ્થાપિત કરવા માટે વિવિધ તાલુકાઓમાં કુલ ૧૧૦ વીજ જનરેટરો ઉપલબ્ધ છે. જેમાં જસદણમાં ૧૫, વિંછીયામાં ૧૩, જામકંડોરણામાં ૧૦, કોટડાસાંગાણીમાં ૧૩, ઉપલેટામાં ૧૭, ગોંડલમાં ૧ અને જેતપુર તાલુકામાં ૪૧ જનરેટર ચાલુ હાલતમાં ઉપલબ્ધ છે.

મોટા ભાગના જનરેટરો સરકારી હોસ્પિટલો,પી.એચ.સી., સી.એચ.સી., પોસ્ટ ઓફીસ, બેંકો, પ્રાંત કચેરીઓમાં, મામલતદાર કચેરી, પોલીસ સ્ટેશન, તાલુકા પંચાયત, પીજીવીસીએલ, અન્ન વિભાગના ગોડાઉનમાં જરૂર પડયે તરત જ ચાલુ કરી શકાય તેવી હાલતમાં ઉપલબ્ધ છે, જયારે ઘણા તાલુકાઓમાં ખાનગી જનરેટર્સ પણ જરૂર પડયે મળી શકે તેમ છે, જિલ્લા વહીવટીતંત્રની યાદીમાં જણાવાયું છે.

[wptube id="1252022"]
Back to top button