GONDALRAJKOT

ગોંડલ નગરપાલિકા કચેરી ખાતે સંભવિત બિપરજોય વાવાઝોડા સંદર્ભે મીટીંગ યોજાઈ

તા.૧૩ જૂન

વાત્સલ્યમ્ સમાચાર

અમુ સિંગલ જેતપુર

હોર્ડિંગ્સ અને સોલાર પેનલ દૂર કરવા સહિત તકેદારીના તમામ પગલા લેવા અપાઈ સુચના

રાજકોટ જિલ્લાના સર્વે નાગરીકોને સંભવિત બિપરજોય વાવાઝોડાથી સુરક્ષિત કરવા માટે રાજકોટ જિલ્લા વહીવટી તંત્રના માર્ગદર્શન હેઠળ ૧૧ તાલુકાઓમાં યુદ્ધના ધોરણે કામગીરી કરવામાં આવી રહી છે. જે અન્વયે ગોંડલ નગરપાલિકા કચેરી ખાતે નગરપાલિકાના કારોબારી ચેરમેનશ્રી ઓમ દેવસિંહ જાડેજા તથા ગોંડલ ડી.વાય.એસ.પી. શ્રી કે.જી.ઝાલાના અધ્યક્ષસ્થાને મીટીંગ યોજાઈ હતી.

આ બેઠકમાં શહેરના તમામ કોર્પોરેટરશ્રીઓ અને ફાયર વિભાગના અધિકારીશ્રીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. જેમાં ગોંડલ શહેરમાં લાગેલા તમામ હોર્ડિંગ્સો અને સોલાર પેનલો જરૂર લાગે ત્યાંથી દૂર કરવા માટે સૂચના આપવામાં આવી હતી. આ વેળાએ નગરપાલિકા અને પોલીસ વિભાગ એક ટીમ બનીને બને તેટલી ઝડપે લોકોને સુરક્ષિત કરવાની કામગીરી કરશે. તેમજ વધુમાં વધુ લોકોને સોશ્યિલ મીડીયાના માધ્યમથી બિપરજોય વાવાઝોડા સંદર્ભે સાવચેતી રાખવાના પગલાઓ અંગે જાગૃત કરવા અને હેલ્પ લાઈન નંબરથી અવગત કરાવવા જણાવ્યું હતું.

[wptube id="1252022"]
Back to top button