JETPURRAJKOT

રાજકોટના બેડીપરા અને રણછોડનગરની વાડીમાં ૧ લાખ ફૂડ પેકેટ થઈ રહ્યાં છે તૈયાર

તા.૧૩ જૂન

વાત્સલ્યમ્ સમાચાર

અમુ સિંગલ જેતપુર

સંભવિત બિપરજોય વાવાઝોડા સામે રક્ષણના આગોતરા આયોજનના ભાગરૂપે રાજકોટ જિલ્લામા અસરગ્રસ્ત લોકોને સ્થળાંતરિત કરવાની કામગીરી પ્રભારી મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ થઈ રહી છે. ત્યારે પ્રભારી મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલ સહિતના મહાનુભાવોએ રાજકોટના બેડી પરા અને રણછોડનગરની ખાતે સ્થળાંતરિત લોકો માટે ફૂડ પેકેટના રસોડાની મુલાકાત લીધી હતી. તેમજ આ કામગીરી કરનાર રસોડાના ફૂડ પેકેટની કામગીરી કરી રહેલા સેવાભાવીઓની બિરદાવ્યા હતા.

રાજકોટમાં ચાલી રહેલા આ બે રસોડાની વ્યવસ્થા ધારાસભ્યશ્રી ઉદયભાઈ કાનગડ, સિલ્વર મેન્યુફેકચરિંગ એસોસીએશન અને ઇમિટેશન એસોસીએશના સહયોગથી થઈ રહી છે.

આ આયોજન અન્વયે રાજકોટ શહેરના રણછોડનગર તથા બેડીપરા વિસ્તારમાં અંદાજે એક લાખ ફૂડ પેકેટ તૈયાર કરવામાં આવી રહયા છે. જેમાંથી અત્યાર સુધી ૨૦ હજાર ફૂડ પેકેટ તૈયાર થઈ ચૂક્યા છે. આ ફૂડ પેકેટનું વિતરણ રાજકોટ જિલ્લા ઉપરાંત જરૂરિયાત મુજબ અન્ય જિલ્લાઓમાં કરવામાં આવશે, જેમાં સુખડી તથા ગાંઠિયા સહિતની વસ્તુઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. સેવાભાવી લોકોની મદદથી આ ફૂડ પેકેટ તૈયાર કરવા માટે મોટાપાયે રસોડા કાર્યરત છે. આ તકે સાંસદ સર્વશ્રી શ્રી રામભાઈ મોકરીયા અને મોહનભાઈ કુંડારિયા, ધારાસભ્ય ડો.દર્શિતાબેન શાહ, ડે.મ્યુ. કમિશ્નરશ્રી ધમેલીયા સહિતના અધિકારીઓ, પદાધિકારીઓ, સંસ્થા અને સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતા.

[wptube id="1252022"]
Back to top button