JETPURRAJKOT

સંભવિત બિપરજોય વાવાઝોડા સંદર્ભે રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા રહેવા-જમવાની વ્યવસ્થા સાથેના ૫૦૦થી વધુ શેલ્ટર હોમની વ્યવસ્થા કરાઈ

તા.૧૩ જૂન

વાત્સલ્યમ્ સમાચાર

અમુ સિંગલ જેતપુર

સંભવિત બિપરજોય વાવાઝોડાને લઈને રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા માઈક્રોપ્લાનીંગ સાથે એકશન મોડમાં રાઉન્ડ ધી ક્લોક કામગીરી કરવામાં આવી રહી છે. ત્યારે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વાવાઝોડાથી નાગરીકોને સુરક્ષિત રાખવા માટે શેલ્ટર હોમની વ્યવસ્થા સુનિશ્ચિત કરવામાં આવી છે.

જેને અનુલક્ષીને રાજકોટ શહેરમાં ૨૯૭, રાજકોટ પશ્ચિમમાં ૪, ઉપલેટામાં પાંચ (૫), ગોંડલમાં ૧૦૭, જેતપુરમાં પાંચ (૫), લોધીકામાં ૪૨, વીંછીયામાં ૫૧, કોટડાસાંગાણીમાં ૯૬, ગોંડલ શહેર પાંચ (૫) સહિત વિવિધ તાલુકાઓમાં રહેવા જમવાની વ્યવસ્થા સાથે આશરે ૫૦૦ થી વધુ શેલ્ટર હોમની વ્યવસ્થા સુનિશ્ચિત કરવામાં આવી છે. આ શેલ્ટરમાં હોમમાં અંતરિયાળ વિસ્તાર, નીચાણવાળા વિસ્તાર, ઝૂંપડપટ્ટી વિસ્તાર, ખેતી વાડીઓમાં રહેતા, કાચા મકાનમાં રહેતા મજૂર વર્ગ સહિતના લોકોને સ્થળાંતરિત કરીને સુરક્ષિત કરવાની કામગીરી તંત્ર યુદ્ધના ધોરણે કરી રહ્યું છે. વહીવટી તંત્રની સાથે સંકટ સમય સાંકળ બનતી સેવા ભાવી સંસ્થાઓ દ્વારા પણ સ્થળાંતરિત થયેલ લોકોની જમવાની વ્યવસ્થા માટે મદદ કરી રહી છે.

[wptube id="1252022"]
Back to top button