SAVLIVADODARA

ઝૂમખાં પ્રા શાળામાં કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ 2023 ની ઉજવણી કરવામાં આવી

વડોદરા જિલ્લા પંચાયત હસ્તકની સાવલી તાલુકાની મેવલી ક્લસ્ટર ની ઝૂમખાં પ્રા શાળામાં કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ 2023 ની ઉજવણી કરવામાં આવી.જેમાં મુખ્ય મહેમાન તરીકે જિલ્લા નાયબ કલેકટર સાહેબ શ્રી હાજર રહ્યા હતા.જેમને બાલવાટિકા ના બાળકોને કુમકુમ તિલક કરી શાળામાં પ્રવેશ આપ્યો.આ કાર્યક્રમમાં ગામના સરપંચ શ્રી ,smc કમિટીના સભ્યશ્રીઓ ,ગામના આગેવાનો,માતા બહેનો મોટી સંખ્યામાં હાજર રહી કાર્યક્રમ ને સફળ બનાવ્યો.આવેલ મહેમાન શ્રી શાળા પરિસરના વાતાવરણ અને ગામ લોકોની મોટી સંખ્યામાં હાજરી જોઈ તથા ગામલોકો ની શિક્ષણ પ્રત્યેની જાગૃતિ જોઈ પ્રભાવિત થયા હતા.સાથે મહેમાન શ્રી દ્વારા નવા સ્માર્ટ ક્લાસ નું ઉદઘાટન કરવામાં આવ્યું.ઉપરાંત સાહેબ અને ગામ લોકો સાથે મળી વૃક્ષારોપણ પણ કર્યું હતું.આ રીતે કન્યા કેળવણીને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમની ભવ્ય ઉજવણી કરવામાં આવી.

[wptube id="1252022"]
Back to top button