MORBIMORBI CITY / TALUKO

મંત્રી કનુભાઈ દેસાઈએ સરવડ ખાતેના રેપિડ રિસપોન્સ સેન્ટરની મુલાકાત લીધી

મંત્રી કનુભાઈ દેસાઈએ સરવડ ખાતેના રેપિડ રિસપોન્સ સેન્ટરની મુલાકાત લીધી

સ્થળાંતર માટે વધુમાં વધુ લોકોના રહેવા જમવાની સુવિધા સાથેનો

એસેમ્બલી પોઈન્ટ બનાવવા માટે મંત્રીશ્રીએ સુચન કર્યુ

 

બિપરજોય વાવાઝોડાના પગલે મંત્રીશ્રી કનુભાઈ દેસાઈએ વાવાઝોડાના પગલે આઇડેન્ટિફાઇ કરાયેલ રેપિડ રિસ્પોન્સ સેન્ટર સરવડની મુલાકાત લઈ કરાયેલી વ્યવસ્થાઓનું નિરીક્ષણ કર્યું હતું.

સરવડ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે કરાયેલ વિવિધ વ્યવસ્થાઓ જેવી કે, એમ્બ્યુલન્સ, ડોક્ટર્સની ટીમ, દવાઓ વગેરેનું મંત્રીશ્રીએ વિશ્લેષણ કરી ત્યાંના મેડિકલ ઓફિસરશ્રી નિરાલી ભાટિયા તેમજ અન્ય સ્ટાફ અને જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓને જરૂરી સૂચનો કર્યા હતા.

મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, એવી સગર્ભા બહેનો કે, જેમની સંભવિત ૧ થી ૧૦ દિવસની અંદર ડિલિવરી થાય એમ હોય તેવા બહેનોને આઈડેન્ટીફાઈ કરવા આસપાસના ૧ થી ૧૦ કિલોમીટરના દાયરામાં આવેલ ગામોનો સર્વે કરી તેવા બહેનોને સમજાવી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે જરૂરી મેડિકલ સુવિધાઓ સાથે રાખવા જરૂરી કાર્યવાહી કરવામાં આવે તે ખૂબ જરૂરી છે. મંત્રીશ્રીએ સ્થળાંતર માટે એક એસેમ્બલી પોઈન્ટ બનાવવા જણાવ્યું હતું કે, જ્યાં વધુમાં વધુ લોકોના રહેવા જમવાની સુવિધા સાથે સ્થળાંતર કરી શકાય.

ઉલ્લેખનિય છે કે, સરવડ રેપીડ રિસ્પોન્સ સેન્ટર ખાતે આરોગ્ય પી.જી.વી.સી.એલ., સિંચાઈ આર & બી સહિત વિભાગના ૮ અધિકારીઓને ફરજ સોંપવામાં આવી છે. આ અધિકારીઓ સ્થળ પર ૨૪/૭ ઉપલબ્ધ રહેશે.

આ મુલાકાત દરમિયાન મંત્રીશ્રી સાથે મોરબી જિલ્લા પ્રભારી સચિવશ્રી મનિષા ચંદ્રા, જિલ્લા કલેક્ટરશ્રી જી. ટી. પંડ્યા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.ડી. જાડેજા, જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી રાહુલ ત્રિપાઠી, મોરબી-માળિયા ધારાસભ્યશ્રી કાંતિભાઈ અમૃતિયા, હળવદ-માળીયા પ્રાંત અધિકારીશ્રી હર્ષદીપ આચાર્ય, જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારીશ્રી કવિતા દવે, જિલ્લા શિક્ષણ અધિકારીશ્રી નિલેશ રાણીપા, માળિયા મામલતદારશ્રી બી.જે. પંડ્યા, અગ્રણીશ્રી રણછોડભાઈ દલવાડી, બાબુભાઈ હુંબલ, જ્યોતિસિંહ જાડેજા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

[wptube id="1252022"]
Back to top button