MORBIMORBI CITY / TALUKO
બિપરજોય વાવાઝોડાની આગાહી અન્વયે પી. જી. વી. સી એલ. દ્વારા કર્મચારીઓને કામગીરી સોંપાઈ

બિપરજોય વાવાઝોડાની આગાહી અન્વયે પી. જી. વી. સી એલ. દ્વારા કર્મચારીઓને કામગીરી સોંપાઈ
મોરબી જિલ્લામાં હવામાન ખાતા તરફથી તારીખ ૧૬-૬-૨૩ સુધી મોરબી જિલ્લામાં બિપરજોય વાવાઝોડાની આગાહી આપવામાં આવેલ છે. જેની તકેદારીના ભાગરૂપે કર્મચારીઓને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે પ્રાથમિક કામગીરી કરવા અને આવતી આપત્તિને પહોંચી વળવા માટે ફરજ સોંપણી કરવામાં આવી છે. મોરબી જિલ્લાના માળિયા(મિ.) તાલુકાના વવાણીયા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતેશ્રી એચ. એચ. વાઘેરા , સરવડ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે એ.ડી. વિઠલાણી , ખાખરેચી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે શ્રી યુ. ટી. પનારા ફરજ બજાવશે.
બિપરજોય વાવાઝોડા અન્વયે સંભવિત પરિસ્થિતીને પહોંચી વળવા તૈયારી સાથે સાવચેત રહેવા તેમજ ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન મુજબ કામગીરી કરનાર છે.
[wptube id="1252022"]