LUNAWADAMAHISAGAR

મહીસાગર જિલ્લામાં બિપરજોય વાવાઝોડાને લઈ તંત્ર સજ્જ 

વાત્સલ્ય સમાચાર આસીફ લુણાવાડા

મહીસાગર જિલ્લામાં બિપરજોય વાવાઝોડાને લઈ તંત્ર સજ્જ

જિલ્લામાં નહીવત સંભાવના વચ્ચે પણ તમામ વિભાગોને વાવાઝોડા સામે એલર્ટ રેવા કરાયો પરિપત્ર

તમામ તાલુકાએ કંટ્રોલ રુમ કાર્યરત કરી તેમાં જવાબદાર કર્મચારીઓની નિમણુક કરવા કરાયો આદેશ

બિપરજોય સાયક્લોન અંગે આગાહીના પગલે સમગ્ર રાજ્યનું તંત્ર આ કુદરતી આફતનો સામનો કરવા જીણવટપુર્વકની તૈયારીઓ સાથે સાવચેત અને સજ્જ છે. એવામાં મહીસાગર જિલ્લાના વહીવટ તંત્રને પણ કલેકટર મહીસાગરના આદેશથી આગામી દિવસોમાં આવનાર આફતનો સામનો કરવા સજ્જ રહેવા આદેશ કરાયા છે. જો કે, મહીસાગર જિલ્લામાં બિપરજોયથી થનાર નુકશાન કે તેના પ્રભાવની સંભાવના નહીવત છે, આમ છતાં આગમચેતી સ્વરુપે તંત્ર કોઈ પણ આપદ્દાને પહોંચી વળે તે માટે કેટલાક પગલાઓ લેવામાં આવ્યા છે.

જિલ્લાના તમામ લાયઝન વિભાગોના કર્મચારી અને અધિકારીઓને એલર્ટ કરવામાં આવ્યા છે, તમામ તાલુકા ક્ષેત્રે કંટ્રોલ રુમ કાર્યરત કરી તેમાં જવાબદાર અધિકારી અને કર્મચારીઓની ત્વરિત નિમણુક અંગે આદેશ આપવામાં આવેલ છે, જિલ્લાના એ.પી.એમ.સી. અનાજના ગોડાઉન વગેરેને કોઈ નુકશાન ન થાય તથા કોઈ અઘટિત બનાવ ન બને તે અંગે સાવધાની સ્વરુપે જરુરી પગલા લેવા સુચનો કરવામાં આવ્યા છે, જિલ્લામાં જો કોઈ જગ્યાએ મુશ્કેલી સર્જી શકે તેવા બેનર કે હોર્ડિંગ્સ હોય તો તેને ઉતારી લેવાના આદેશ કરવામાં આવેલ છે તથા નિચાણવાળા વિસ્તારમાં પાણી ભરાય તેવી શક્યતા જણાય તો તેવી જગ્યાએ સ્થાળાંતર કરી શકાય તેવા સ્થળોની ઓળખી કરી તે અંગે તૈયારી કરવા આદેશ આપવામાં આવેલ છે.

બિપરજોય વાવાઝોડું અંતર્ગત જિલ્લા અને તાલુકા કક્ષાએ મામલતદાર કચેરીમાં નીચે મુજબના કંટ્રોલરુમ શરુ કરવામા આવેલ છે જરુર જણાયે તાત્કાલિક સંપર્ક કરવા વિનંતી છે. જિલ્લા ડિઝાસ્ટર કંટ્રોલ રુમ નંબર- ૦૨૬૭૪-૨૫૨૩૦૦/૨૫૨૩૦૧ ટોલ ફ્રી નંબર ૧૦૭૭, લુણાવાડા ૦૨૬૭૪-૨૫૦૦૧૩, ખાનપુર ૦૨૬૭૪-૨૮૬૪૫૧, સંતરામપુર ૦૨૬૭૫-૨૨૦૦૨૬, કડાણા ૦૨૬૭૫-૨૯૬૭૦૧, બાલાસિનોર ૦૨૬૯૦-૨૬૭૨૦૦, વિરપુર, ૦૨૬૯૦-૨૭૭૪૦૨.

[wptube id="1252022"]
Back to top button