
વાત્સલ્ય સમાચાર આસીફ લુણાવાડા
મહીસાગર જિલ્લાના કડાણા તાલુકાના કુરેટા મુખ્ય પ્રાથમિક શાળા ખાતે ઊજવાયો શાળા પ્રવેશોત્સવ
દાહોદ સાંસદ જસવંતસિંહ ભાભોરે ભૂલકાંઓને કરાવ્યો શાળા પ્રવેશ

શાળા પ્રવેશોત્સવ દિવસ નિમિતે કુરેટા પ્રાથમિક શાળા ખાતે ૭૦ લાખના ૭ ઓરડાનું ખાતમુહૂર્ત કરાયું
આજથી સમગ્ર રાજ્યમાં શાળા પ્રવેશોત્સવ -૨૦૨૩નો પ્રારંભ થયો છે. ત્યારે મહીસાગર જિલ્લામાં પણ આજે શાળા પ્રવેશોત્સવ ઊજવાયો હતો. જિલ્લાના કડાણા તાલુકાના કુરેટા પ્રાથમિક શાળા ખાતે દાહોદ સાંસદ જસવંતસિંહ ભાભોરની ઉપસ્થિતિમાં શાળાઓમાં પ્રવેશોત્સવ ઊજવાયો હતો.
કડાણા તાલુકાના કુરેટા પ્રાથમિક શાળામાં બાલવાટિકામાં ૧૪ ભૂલકાંઓ તથા આંગણવાડીમાં ૦૭ બાળકોને પ્રવેશ અપાયો.
શાળા પ્રવેશોત્સવ સમારંભમાં સંબોધન કરતાં દાહોદ સાંસદ જસવંતસિંહ ભાભોરે જણાવ્યું હતું કે, દેશનો કોઈ બાળક શિક્ષણથી વંચિત ન રહી જાય એ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું વિઝન છે. તેમના શાળા પ્રવેશોત્સવના પ્રયાસોથી રાજ્યમાં ડ્રોપ આઉટ રેશિયો નહિવત થયો છે. ૧૦૦ ટકા નામાંકન થઈ રહ્યું છે.
વધુમાં સાંસદ એ જણાવ્યું હતું કે ,સરકારે ગામે ગામે ગુણવત્તાયુક્ત શિક્ષણ આપી રહી છે જેના થકી બાળકો તેમના સપના પુરા કરી રહ્યા છે.માં પછી બીજું કોઈ ગુરુ હોય તો તે શિક્ષક છે અને આજનું બાળક એ આપણી આવતી કાલ છે તે માટે તે બાળકને યોગ્ય શિક્ષણ આપવું ખૂબ જરૂરી છે
દાહોદ સાંસદ જસવંતસિંહ ભાભોર નાં હસ્તે કુરેટા પ્રાથમિક શાળા ખાતે ૭૦ લાખના ૭ ઓરડાનું ખાતમુહૂર્ત કરાયું
આ પ્રસંગે દાહોદ સાંસદ જસવંતસિંહ ભાભોરે કુરેટા પ્રાથમિક શાળાના પ્રાંગણમાં વૃક્ષારોપણ કર્યું હતું.શાળા પ્રવેશોત્સવની શરૂઆતમાં શાળાના વિદ્યાર્થીઓ દ્વારા સુંદર સ્વાગત ગીત તથા નૃત્ય રજૂ કરવામાં આવ્યાં હતાં. શાળાઓમાં ભૂલકાંઓનું બેગ, પુસ્તકો અને શૈક્ષણિક કિટ આપીને સ્વાગત કરીને પ્રવેશ આપવામાં આવ્યો હતો. આ ઉપરાંત સ્કૂલના તેજસ્વી વિદ્યાર્થીઓને મહાનુભાવોના હસ્તે સન્માનિત કરવામાં આવ્યા હતા.








