નેત્રંગ : પ્રાથમિક કુમાર-કન્યા શાળા ખાતે મામલતદાર દ્વારા શાળાઓના ભૂલકાઓને પ્રવેશ કરાવ્યો.


નેત્રંગ : પ્રાથમિક કુમાર-કન્યા શાળા ખાતે મામલતદાર દ્વારા શાળાઓના ભૂલકાઓને પ્રવેશ કરાવ્યો.
શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવનું બીજ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ જ્યારે તેમના રાજ્યના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળમાં રોપેલું તેના આજે બે દશકા પૂર્ણ થતાં આ બીજ હવે વટવૃક્ષ બન્યું છે.
મોદીજીએ શરૂ કરાયેલ શિક્ષણ રૂપી યજ્ઞ ને આગળ ધપાવતા રાજ્યમાં આજથી શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ-૨૦૨૩ અંતર્ગત નેત્રંગ ગાંધી બજાર ખાતે આવેલ પ્રાથમિક કુમાર અને કન્યા ખાતે નેત્રંગ મામલતદાર અનિલભાઈ વસાવાએ શાળામા પહેલા ધોરણમાં અને નવી નીતિ મુજબ પાંચ વર્ષના બાળકોને બાલ વાટિકામાં પ્રવેશ કરાવ્યો હતો. તેમજ આંગણવાડી ના શિશુઓને પણ પ્રવેશ કરાવ્યો. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય કરી કરાવવામાં આવી હતી. જે બાદ પ્રાથના અને ત્યાર બાદ બાળકોને બાલ વાટિકામાં પ્રવેશ કરાવાયો.
આ પ્રસંગે પ્રાથમિક કન્યા શાળાના આચાર્ય પિયુષભાઈ પટેલ, કુમાર શાળાનાં આચાર્ય અનિતાબેન વસાવા સહિત શાળાના શિક્ષક ગણ ઉપરાંત મોટી સંખ્યામાં ગામજનો ઉપસ્થિત રહ્યાં હતાં
બ્રિજેશકુમાર પટેલ, ભરૂચ








