
ઉંચીમાંડલ ગામ નજીકથી 108 બોટલ સાથે એક ઈસમ ઝડપાયો

મોરબીના ઉંચીમાંડલ ગામના બસ સ્ટેન્ડ સામે રોડ ઉપરથી GJ-13-c-4529 નંબરની ઇન્ડીકા વિસ્ટા કારમાંથી ઇંગ્લીશ દારૂ 108 બોટલ સાથે ઇમરાન ઉર્ફે ભુરો ઇબ્રાહીમભાઇ પઠાણ નામના ઇસમને એલસીબીએ ઝડપી પાડ્યો હતો. કાર તથા ઇંગ્લિશ દારૂ મળી કુલ 3.2,40,500નો મુદામાલ કબ્જે કર્યો છે. જ્યારે આ દારૂનો જથ્થો સુરેન્દ્રનગરના સાયલા ગામનો વેલાભાઇ સગરામભાઇ રબારીએ ઉંચીમાંડલ ગામે રહેતો કાનો નવઘણભાઇ ભરવાડને મોકલ્યો હોવાનું તપાસમાં ખુલતા બન્ને ઇસમને ઝડપી લેવા પોલીસે તજવીજ હાથ ધરી છે.

[wptube id="1252022"]








