GANDHINAGARGANDHINAGAR CITY / TALUKO

ડૉ ગુલાબ ચંદ પટેલ દ્વારા સેક્ટર 14 ખાતે શરૂ કરેલ નિઃશુલ્ક જ્ઞાન શાળા નું ઉદ્ઘાટન રિટા બેન પટેલ ધારા સભ્ય શ્રી દ્વારા કરવામાં આવ્યું

સામાજિક કાર્યકર વ્યસન મુક્તિ અભિયાન ત્થા વિદ્યાર્થીઓ માટે આત્મ હત્યા નિવારણ કાર્યક્રમ યોજનાર ભારત માતા અભિનંદન સંગઠન (હરિયાણા) ગુજરાત ના પ્રમુખ શ્રી હિન્દી ગુજરાતી ભાષા ના પ્રસિદ્ધ કવિ લેખક અને અનુવાદક, ગાંધી નગર સાહિત્ય સેવા સંસ્થાન ચેરિટેબલ ટ્રસ્ટ ના પ્રમુખ શ્રી ડૉ ગુલાબ ચંદ પટેલ દ્વારા સેક્ટર 14 ખાતે નિઃશુલ્ક જ્ઞાન શાળા કરવામાં આવી છે જેનું ઉદ્ઘાટન આદરણીય યુવા યશસ્વી ધારા સભ્ય શ્રીમતી રિટા બેન પટેલ દ્વારા કરવામાં આવ્યું છે.
તેઓનું સન્માન ફૂલમાળા અને શાલ ઓઢાડી પાર્વતી બેન ગુલાબચંદ પટેલ અને ધર્મિષ્ઠા બેન ચૌહાણ સામાજિક કાર્યકર દ્વારા કરવામાં આવ્યું હતું તેમજ મહાત્મા ગાંધી સાહિત્ય સેવા સંસ્થા ના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી ડૉ ગુલાબ ચંદ પટેલ દ્વારા સન્માન પત્ર આપી રિટા બેન પટેલ ધારા સભ્ય નું સન્માન કરવામાં આવ્યુ હતું.
આ કાર્યક્રમમાં તેઓ શ્રી એ પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે ડૉ પટેલ નું ખૂબ સારું કામ છે. બાળકોને ભારત ના ઈતિહાસ શિક્ષણ આપવાનું અનન્ય કાર્ય કરી બાળકો માં રાષ્ટ્ર ભાવના પેદા કરવાનું કાર્ય સુંદર છે. ઉપસ્થિત વસાહતીઓ અને બાળકોને વૃક્ષ વાવવાનું પાણી બચાવવાનું અને દેશ માટે કંઈક કરી છૂટવાની શીખ આપી હતી. પ્લાસ્ટિક ની થેલી ન વાપરવા ની પણ ઉમદા વાત તેઓએ કરી હતી.
ધારાસભ્ય શ્રી રિટ બેન પટેલ દ્વારા ભારત માતા અભિનંદન સંગઠન ગુજરાત ના અધ્યક્ષ શ્રી ડૉ ગુલાબ ચંદ પટેલ ને આ પ્રસંગે અભિનંદન પાઠવ્યા હતા
સેક્ટર 14 ખાતે આંગણ વાડી ની માંગણી પૂર્વ વસાહત પ્રમુખ શ્રી નરેન્દ્રભાઈ વાઘેલા દ્વારા કરવામાં આવતા આદરણીય રિટા બેન પટેલ ધારા સભ્ય દ્વારા ભલામણ કરવામાં આવશે તેવી ખાત્રી આપી હતી. ઉષા બેન ચૌહાણ પ્રમુખ શ્રી માતૃ વંદના દ્વારા સ્વામિનારાયણ પારાયણ કાર્યક્રમમાં ધારા સભ્ય શ્રી ને હાજરી આપવા નિમંત્રણ પાઠવ્યું હતું
આ કાર્યક્રમમાં ભારતીય જનતા પાર્ટી ના વોર્ડ નંબર 6 ના પૂર્વ પ્રમુખ શ્રી મફત ભાઈ દેસાઈ દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

[wptube id="1252022"]
Back to top button