
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-નવસારી
નવસારી શહેરના છાપરા મોગાર રોડ પર બેફામ રીતે હંકારતા કાળમુખી ટ્રકના ચાલકે બાઇક ચાલક વિધાર્થીઓને અડફેટમાં લેતા બાઇક સવાર બે વિધાર્થીઓમાંથી એક વિધાર્થીઓનું ઘટના સ્થળે કમકમાટીભર્યું મોંત નીપજતાં અરેરાટી મચી જવા પામી હતી જ્યારે સાથી મિત્રને ગંભીર ઈજાઓ પહોંચતા તાત્કાલિક નજીકી હોસ્પિટલમાં ખસેડાયો હતો.
પ્રાપ્ત માહિતી મુજબ આજે સવારે એ.બી.ઇંગ્લિશ મીડીયમ સ્કૂલના રાકેશભાઈ કાલાવાડીયાનો ૧૮ વર્ષીય પુત્ર દર્શ અને એનું સાથી મિત્ર નિહાર કાલાણી ઉ.વ.15 બન્ને મિત્રો આજે રવિવાર હોઈ સ્કૂલનાં ગ્રાઉન્ડમાં ફૂટબોલ રમવા ગયા હતા.ત્યાંથી ફૂટબોલ રમી આશરે 10 વાગ્યાના અરસામાં પરત ફરી રહ્યા હતા.તે વેળાએ કાળમુખો ટ્રક ચાલકે આ વિધાર્થીઓની બાઇકને અડફેટમાં લેતા દર્શ કાલાવાડિયાનું ઘટના સ્થળે મોંત નિપજતાં <span;>કાલાવાડિયા પરિવાર પર દુઃખોનો પહાડ તૂટી પડ્યો હતો.જ્યારે શિક્ષણ આલમ સહિત નવસારી શહેરમાં શોકની કાલીમાં છવાઈ જવા પામી હતી.આ ઘટનાની જાણ પોલીસને થતાં તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. જયારે નવસારી શહેરના અમુક માર્ગો પર મોટા વાહનોની અવર જવર પર પ્રતિબંધ હોવા છતાં વહીવટીતંત્ર સહિત ટ્રાંફિક પોલીસની બેદરકારીએ શહેરમાં મોટા વાહનો બેફામ દોડી દોડી રહ્યા છે. જેના પગલે અકસ્માતો સર્જાતા અનેક લોકોના ભોગ લેવાયા છે. આ બાબતે વહીવટીતંત્ર ગંભીરતાને ધ્યાને લઇ પ્રતિબંધિત વિસ્તારો સહિત ભરચક વિસ્તારોમાં મોટા વાહનોની અવરજવર બંધ કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠી છે.



