MORBIMORBI CITY / TALUKO

મોરબી  જિલ્લાના પર્યાવરણ  પ્રેમીઓએ સાથે મળી પર્યાવરણ વિષય પર ફળદાયી ચિંતન કર્યું.

કૃષિવિજ્ઞાન કેન્દ્ર મોરબી ખાતે યોજાયેલ પર્યાવરણ ચિંતન શિબિરમાં સમગ્ર મોરબી જિલ્લાના એકસોથી વધું પર્યાવરણ પ્રેમીઓએ સાથે મળી પર્યાવરણ વિષય પર ફળદાયી ચિંતન કર્યું.


શિબિરમાં દીલીપકુમાર પૈજા(કથાકાર), સી. જે. પટેલ (નિવૃત્ત કલેકટર), ડૉ. પનારાસાહેબ, સરડવાસાહેવ, વી.ડી. બાલાસાહેબ, ડૉ.મનુભાઈ કૈલા, જીલેશભાઇ કાલરિયા, પ્રાણજીવન કાલરિયા, જીવરાજબાપા, અંબાલાલ કુંડારિયા, મહેશભાઈ ભોરણિયા, નરભેરામભાઇ સરડવા, મણીભાઈ ગડારા, ડૉ. મધુસુદન પાઠક, દાજીભાઇ ગોહિલ, જશુભા જાડેજા, ભરતભાઇ કાલરિયા વગેરે મહાનુભાવો હાજર હતાં.
શિબિરમાં હાજર લોકોનું “પર્યાવરણ રક્ષક મિત્ર મંડળ” બનાવવામાં આવેલ છે. હાજર નથી રહી શકેલ તેવા પર્યાવરણ પ્રેમીઓને આ મંડળમાં જોડાવા આહ્વાન કરાયું છે. ગામેગામ ૭ વ્યક્તિની સમિતિ બનાવી કરવાના કામનું આયોજન થશે. સમિતિમાં પર્યાવરણ પ્રેમીઓ, શિક્ષક, સરપંચ, ધાર્મિક સંસ્થાન અને સ્થાનિક ઉદ્યોગપતિને સામેલ કરાશે. આ જ રીતે તાલુકા કક્ષાની ટીમ અને જિલ્લા કક્ષાની ટીમ બનાવવાની છે.

 

જિલ્લા કક્ષાએ બે ટીમ બનાવી એક ટીમને ઉદ્યોગકારો સાથે સંકલન કરી કામને વેગ આપવાની જવાબદારી અપાશે. ચિંતન શિબિરમાં ચર્ચાસત્રનું સંચાલન ડૉ. મનુભાઈ કૈલાએ સંભાળેલ. બાલાસાહેબે નવરંગ નેચર ક્લબની પ્રવૃત્તિઓની ઝલક આપી, નક્કર આયોજન માટે મહત્વની વાતો કરેલી. નિવૃત્ત કલેકટર શ્રી સી.જે. પટેલસાહેબે તમામ કામગીરીમાં સહકારની ખાત્રી આપેલ. દીલીપકુમાર પૈજાએ પર્યાવરણનું મહત્વ ધર્મ અને વૈદિક ગ્રંથો દ્વારા સમજાવી કામની મહત્વતાનો ખ્યાલ આપી પોતાને પણ ટીમમાં સામેલ કરવા જણાવેલ. આભારવિધિ ડૉ. પનારાસાહેબે કરેલી. શિબિરમાં મોરબીના પ્રખ્યાત પર્યાવરણ પ્રેમી લેખકના છઠ્ઠા પુસ્તક “ફળપાકોની પ્રાકૃતિક ખેતી” નું વિમોચન કરાયું. સતત સાડા ત્રણ કલાક સુધી હાજર સભ્યોએ ગંભીરતાથી ચિંતન કરેલ અને સમૂહભોજન બાદ નકકર કામમાં સહભાગી થવાના અહેસાસ સાથે ફરી મળવાના સંકલ્પ કરી છૂટા પડેલ.
સમગ્ર કાર્યક્રમના સંચાલનની જવાબદારી શ્રી જીલેશભાઇ કાલરિયાએ સફળતા પૂર્વક નિભાવેલી.”પર્યાવરણ રક્ષક મિત્ર મંડળ”માં સામેલ થવા તથા આ ઈશ્વરીય કાર્યમાં સહભાગી કે મદદરૂપ થવા ડૉ.મનુભાઈ કૈલા(૯૮૨૫૪૦૫૦૭૬), પ્રાણજીવન કાલરિયા(૯૪૨૬૨૩૨૪૦૦) કે જીલેશભાઇ કાલરિયા(૯૯૨૪૮૮૮૭૮૮)નો સંપર્ક કરવા વિનંતી કરવામાં આવે છે.

[wptube id="1252022"]
Back to top button