BHARUCHBHARUCH CITY / TALUKONETRANG

હાથાકુંડીના વજીરભાઈ કોટવાલિયાએ રાષ્ટ્રપતિ ભવનની મુલાકાત પહેલા ઝગડિયાના ધારાસભ્યની મુલાકાત કરી.

નેત્રંગ ગુજરાતમાં આદિમજૂથમાં સમાવિષ્ટ કોટવાલિયા સમાજના લોકો વાંસની કલાકૃતિ બનાવવામાં નિપુણતા ધરાવે છે. ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકાના હાથાકુંડી ગામના એવાજ કારીગર વજીરભાઈ કોટવાલિયા પોતાના સમાજની વાંસ કળાને જીવંત રાખવા અને વિકસાવવા માટે પ્રયત્નશીલ છે. છેલ્લા એકાદ વર્ષથી એમની ઝુંબેશને અદાણી ફાઉન્ડેશન, દહેજનો સહયોગ સાંપડ્યા પછી અનેક નવા આયામો એમના કાર્ય એન ઝુંબેશમાં ઉમેરાયા છે. વજીરભાઈ કોટવાળિયાને ભારતના માનનીય રાષ્ટ્રપતિ દ્વારા કોન્ફરન્સ કમ એક્સપોઝર મુલાકાત માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. જ્યાં એ પોતાના કોટવાલિયા સમાજની સ્થિતિ વિશે વાત કરવાની તક મળશે.

 

વજીરભાઈ કોટવાળિયાને ભારતના માનનીય રાષ્ટ્રપતિ દ્વારા કોન્ફરન્સ કમ એક્સપોઝર મુલાકાત પૂર્વે ઝગડિયાના વિધાનસભાના ધારાસભ્ય રીતેશભાઈ વસાવાના નીવાસ્થાને મુલાકાત કરી હતી. જે બાદ કોન્ફરન્સ કમ એક્સપોઝરમાં જવા પ્રસ્થાન કર્યું હતું.

 

બ્રિજેશકુમાર પટેલ, ભરૂચ

[wptube id="1252022"]
Back to top button