અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે 316.46 લાખના ખર્ચે તૈયાર થયેલ કોમ્યુનિટી હોલની રાજ્યકક્ષાના મંત્રી ભીખુસિંહજી પરમારે મુલાકાત લીધી

વાત્સલ્યમ સમાચાર કિરીટ પટેલ બાયડ
અરવલ્લી જિલ્લામાં ₹100 કરોડના ખર્ચે બની રહેલ ડીસ્ટ્રીક હોસ્પિટલની માન. મંત્રી શ્રી ભીખુસિંહજી પરમારે મુલાકાત લઇ કામગીરીની સમિક્ષા કરી.
મહિલા અને બાળ વિકાસ મંત્રાલય, ભારત સરકાર દ્વારા પુરસ્કૃત “સખીવન સ્ટોપ સેન્ટર”ની માન. મંત્રી શ્રી ભિખુસિંહજી પરમારે મુલાકાત લીધી
રાજ્ય સરકારની સવર્ણજયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત વર્ષ 2020-21 તથા 2021-22ની ગ્રાન્ટમાંથી કુલ ₹ 316.46 લાખના ખર્ચે આકાર લઈ રહેલ મોડાસા નગરપાલિકા હદ વિસ્તારના રેવન્યુ સર્વે નં.423 કે જે મોડાસા માલપુર બાયપાસ રોડ પર આવેલ છે. તેની આજરોજ માન. રાજ્ય કક્ષાના મંત્રી શ્રી ભિખુસિંહજી પરમારે મુલાકાત લઈ કામગીરીની યોગ્ય સમીક્ષા કરી. આ નિર્માણાધિન કોમ્યુનિટી હોલ તેમજ ગાર્ડન કુલ અંદાજિત 8006.20 ચો.મી. જમીનમાં ફેલાયેલ હશે, તેમજ ₹316.46 લાખના ખર્ચે તૈયાર થનાર કોમ્યુનિટી હોલ તથા ગાર્ડનમાં 1500 વ્યક્તિઓની ક્ષમતાનો હોલ, સમગ્ર બાંધકામની ફરતે આરસીસી કમ્પાઉન્ડ વોલ, પાર્કિંગ, લીલી પોન્ડ, ગજેબો, સિક્યુરિટી રૂમ, એન્ટ્રી ગેટ, ફૂટપાથ, સેલ્ફી પોઇન્ટ તેમજ ગાર્ડનને આવરી લેવામાં આવેલ છે. સમગ્ર કાર્ય આગામી વર્ષ 2024 ના ફેબ્રુઆરી માસ સુધીમાં પૂર્ણ થઈ મોડાસાના નગરજનો માટે ઉપલબ્ધ થઈ તેમની સુવિધાઓમાં વધારો કરશે.
ત્યારબાદ, અરવલ્લી જિલ્લામાં ₹100 કરોડના ખર્ચે આકાર પામી રહેલ 125 બેડની ક્ષમતા ધરાવતી ડિસ્ટ્રીક હોસ્પિટલ, 50 બેડની આયુર્વેદિક હોસ્પિટલ તેમજ પાછળના ભાગમાં આગામી 15 દિવસમાં ABHIM પ્રોગ્રામ હેઠળ 192 બેડની હોસ્પિટલનું કાર્ય પણ શરૂ થવા જઈ રહ્યું છે. જેની આજરોજ માન. રાજ્ય કક્ષાના મંત્રી શ્રી ભિખુસિંહજી પરમારે મુલાકાત લીઈ કામગીરીની સમીક્ષા કરી. ડીસ્ટ્રીક હોસ્પિટલ આગામી વર્ષ 2024 ના એપ્રિલ માસમાં બનીને તૈયાર થશે અને અરવલ્લી જિલ્લાના નાગરિકો, પાડોશી જિલ્લાના નાગરિકો તેમજ પડોશી રાજ્યના નાગરિકો માટે પણ આશીર્વાદ રૂપ સાબિત થશે.
ત્યારબાદ, નિર્માણાધિન ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ પાસે આવેલ મહિલા અને બાળ વિકાસ મંત્રાલય, ભારત સરકાર દ્વારા પુરસ્કૃત “સખીવન સ્ટોપ સેન્ટર”ની માન. મંત્રી શ્રી ભિખુસિંહજી પરમારે મુલાકાત લઈ ત્યાં આપવામાં આવતી સેવાઓ વિશે સખી વન સ્ટોપ સેન્ટરના કર્મચારીઓ પાસેથી જાણકારી મેળવી તેમજ સેન્ટર ખાતે આપવામાં આવતી વિવિધ સેવાઓની સમીક્ષા કરી.









