SURATSURAT CITY / TALUKO

સુરતમાં ચાર સભ્યોએ ઝેરી દવા પીને જીવન ટૂંકાવ્યા બાદ સૌથી મોટી પુત્રીએ પણ ફિનાઈલ ગટગટાવી

સુરતના યોગીચોક નજીક વિજયનગર સોસાયટીમાં રહેતા મોરડીયા પરિવારના ચાર સભ્યોએ કેનાલ રોડ પર જાહેરમાં ઝેરી દવા ગટગટાવીને મોતને વ્હાલુ કર્યું હતું. ત્યારે વિનુભાઈ મોરડીયાના બચી ગયેલા બે સંતાનો પૈકી સૌથી મોટી દીકરીએ આજે ફિનાઈલ પી લેતા તેને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. જ્યાં તેની હાલત ગંભીર હોવાનું કહેવામાં આવી રહ્યું છે.
સામૂહિક આપઘાત કેસમાં એક તરફ પોલીસ નિવેદનો નોંધી રહી છે. તે દરમિયાન જ મોરડિયા પરિવારના વધુ એક સભ્ય એવી મોટી દીકરી રૂચિતાએ પણ આપઘાતનો પ્રયાસ કર્યો છે. હાલ તો રૂચિતાને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. તેની હાલત ગંભીર હોવાનું કહેવામાં આવી રહ્યું છે. તબીબોએ સારવાર શરૂ કરી છે. પરિવારના વધુ એક સભ્યએ પણ આપઘાતનો પ્રયાસ કરતા પરિવારમાં શોકનો માહોલ છવાઇ ગયો છે.
વિનુભાઈ મોરડીયાનો મોટો પુત્ર કામધંધો ન કરતો હોવાથી ઘરમાં ઝઘડો થવા ઉપરાંત તેની ઉમર લગ્નની થઇ હતી, કોઇ યુવતીના માંગા આવે તેવા સમયે પુત્ર કંઇ કામ ન કરતો હોય તે ચિંતા પણ વિનુભાઇને સતાવતી હતી. આ ઉપરાંત પુત્ર સતત મોબાઇલમાં વ્યસ્ત રહેતો અને ઘરમાં નાની બહેનો સાથે મારઝૂડ કરતો. આ તમામ બાબતોને લઇ ચિંતિત રહેતા વિનુભાઇએ આખરે પરિવાર સાથે આત્મહત્યા કરી હોવાની શંકા વ્યક્ત કરાઇ છે. વિનુભાઇનો મોટો પુત્ર પાર્થ 21 વર્ષની ઉંમરનો છે. ઘરનો મોટો પુત્ર કશે કામધંધે જતો ન હતો જેના કારણે ઘરમાં કંકાસ અને ઝઘડાઓ થયા કરતા હતા. લગ્નની ઉંમર છતા પુત્ર કામ કરતો હોવાથી પિતાને વધુને વધુ ચિંતા કોરી ખાતી હતી. જે કારણે તેઓએ પત્ની અને બે સંતાનોએ આત્મહત્યા કરી હોવાનું અનુમાન પોલીસ દ્વારા સેવવામાં આવ્યું છે.

[wptube id="1252022"]
Back to top button