નેત્રંગ તાલુકાના ઝરણાં ગામની સીમમાં ગતરોજ લટાર મારતો 18 માસનો દીપડો પાંજરે પુરાયો હતો જેને સુરક્ષિત રીતે વન વિભાગની કચેરી ખાતે લાવવામાં આવ્યો હતો.


ઝઘડિયા-વાલીયા અને નેત્રંગ તાલુકો જંગલ વિસ્તારમાં આવેલો હોવાથી વન્ય પ્રાણીઓની સંખ્યા આ બંને તાલુકામાં જોવા મળે છે ખાસ કરીને જંગલોની સંખ્યા ઘટતા જ બંને પ્રાણીઓ તાલુકામાં આવેલ શેરડીના ખેતરોમાં આશરો લઈ રહ્યા છે જ્યાં વન્ય પ્રાણીઓને સહેલાઈથી શિકાર મળી રહેતો હોવાથી શેરડીના ખેતરો દીપડા જેવા બંને પ્રાણી માટે આશ્રય સ્થાન બન્યું છે.
તાજેતરમાં વન વિભાગ દ્વારા પ્રાણીની સંખ્યાની ગણતરી કરવામાં આવી હતી જેમાં 1 વર્ષમાં 42 જેટલા દીપડાની સંખ્યા દર્શાવવામાં આવી છે. જેના પરથી કહી શક્ય છે કે આ ત્રણેય તાલુકાના દીપડાઓની સંખ્યામાં વધારો થયો હોય તેવા દ્રશ્યો ઝરણાં ગામની સીમમાંથી સામે આવ્યા છે.
છેલ્લા કેટલાક દિવસથી ઝરણાં ગામની સીમમાં દીપડાના આંટા ફેરાને પગલે ગ્રામજનો ભયભીત બન્યા છે જેને પગલે ગ્રામજનોએ નેત્રંગ રેંજ ફોરેસ્ટની કચેરી ખાતે જાણ કરવામાં આવી હતી જે પગલે વન વિભાગ દ્વારા ગતરોજ સાંજે તાત્કાલિક મારણ સાથે સુનિલ ચતુર વસાવાના ખેતર પાસે પાંજરું ગોઠવવામાં આવ્યું હતું.
ઝરણા ગામમાં મારણનો શિકાર કરવા માટે આવેલ દીપડો પાંજરે પુરાયો હતો 18 માસનો કદાવર દીપડો પાંજરે પુરાતા ગ્રામજનોએ હશકારો અનુભવ્યો હતો. દીપડો પાંજરે પુરાતા વન વિભાગ દ્વારા દીપડાને ખાતાકીય નર્સરી મોરીયાણા ખાતે લાવવામાં આવ્યો હતો. જ્યાં તેની વેટરનરી ડોક્ટરની તપાસ બાદ તેને જંગલ વિસ્તારમાં મુક્ત કરવામાં આવ્યો હતો. તો ઝરણાં ગામમાં હજી પણ દીપડો હોય વન વિભાગ દ્વારા પાંજરું મૂકવામાં આવ્યું છે.
બ્રિજેશકુમાર પટેલ, ભરૂચ








