
આર્યવીર દળ ટંકારા નો 40મો સ્થાપના દિવસ ઉજવવામાં આવશે આપ સર્વે વિવિધ છો કે આર્ય સમાજ ટંકારાની યુવા પાંખ એટલે કે આર્યવીર દળ. આર્યવીર દળની આજથી 40 વર્ષ પહેલા ટંકારામાં સ્થાપના કરવામાં આવી હતી જેને આજે 40 વર્ષ નો સમય પૂરો થવા જઈ રહ્યો છે ત્યારે આર્યવીર દળનો 40મો સ્થાપના દિવસ ખૂબ ધામધૂમ પૂર્વક આર્ય સમાજ મંદિર ત્રણ હાટડી શેરી ટંકારા ઉજવવા જઈ રહ્યો છે.

આપ સર્વે આર્યવીર દળની પ્રવૃત્તિથી પરિચિત છો વર્ષ દરમિયાન અનેક પ્રકારના સમાજ સેવાના ,રાષ્ટ્ર સેવાના કાર્યક્રમો આર્યવીર દળ ટંકારા દ્વારા થતા રહે છે. આજે ટંકારાના અનેક યુવાનો ,બાળકો આ આર્યવીર દળ સાથે જોડાયેલા છે અને આર્ય સમાજની તમામ પ્રવૃત્તિમાં પોતે સામેલ થાય છે યજ્ઞ કરે છે, વ્યાયામ કરે છે, આર્ય સમાજની સેવા કરે છે, શિબીરો કરે છે ,ઉત્સવો ઉજવે છે. તો આવા અનેકવિધ કાર્યક્રમોથી આર્યવીર દળ સક્રિય રૂપે કામ કરતું રહ્યું છે આર્યવીર દળ ની ફલશ્રુતિ રૂપે અનેક આર્યવીરો આજે ખૂબ સારી પોસ્ટ ઉપર સર્વિસ કરે છે કોઈ ડોક્ટર , કોઈ શિક્ષક , કોઈ એન્જિનિયર કોઈ, પોલીસ વગેરે ક્ષેત્રોમાં ખૂબ સારું સ્થાન ધરાવે છે આયૅવીર દળના આર્ય વીરો દ્વારા ચલાવવામાં આવે છે તો આવા 40 મા સ્થાપના દિવસ નિમિત્તે 11 જૂનના રોજ સવારે 8:00 થી બપોરના 12:30 સુધી આ કાર્યક્રમ આર્ય સમાજ મંદિર ત્રણ હાટડી શેરીમાં ઉજવવામાં આવશે જેમાં દર્શનાચારીઓ શ્રી આચાર્ય અજયજી પોતાના આશીર્વાદ પાઠવશે અને આર્યવીરોને પ્રોત્સાહિત કરવામાં પણ આવશે તો આપ સર્વે સાદર આમંત્રિત છે









