MORBIMORBI CITY / TALUKOTANKARA
ટંકારા ના સાવડી નજીકના અરણેશ્ર્વર મહાદેવ મંદિરના મહંત કૈલાશધામ પામતા આજે તેમના અંતિમ દર્શન માટે મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા..

ટંકારા ના સાવડી નજીકના અરણેશ્ર્વર મહાદેવ મંદિરના મહંત કૈલાશધામ પામતા આજે તેમના અંતિમ દર્શન માટે મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા હતા
ટંકારા તાલુકાના સાવડી નજીક આવેલ અરણેશ્ર્વર મહાદેવ મંદિરના પુજારી કિશોર મહારાજ કૈલાશવાસી થયા હતા જેથી આજે તેમના અંત્યેષ્ઠી સંસ્કાર કરવામાં આવ્યા હતા જે પૂર્વે પાર્થિવ દેહને નગરની પ્રદિક્ષિણા બાદ સાવડી ગામના ઝાપે મઢુલી ખાતે અંતિમ દર્શન માટે રાખવામાં આવ્યા હતા

મહંત કિશોરદાસજી મહારાજનું નિધન થતા આજે સાવડી, નેસડા, જોધપર ઝાલા અને સરાયા ગામ સહિતના પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું હતું મહંત કૈલાશધામ પામતા આજે તેમના અંતિમ દર્શન માટે મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા હતા અને બાદમાં મહંતની પાલખી યાત્રા યોજાઈ હતી જેમાં આસપાસના ગ્રામજનો જોડાયા હતા

[wptube id="1252022"]








