BHARUCHBHARUCH CITY / TALUKONETRANG

નેત્રંગ પોલીસે હાથાકુંડી ગામની સીમમાંથી ચાલતા જુગારધામ પર રેડ કરી ૩૭ હજાર થી વધુના મુદ્દામાલ સાથે આઠ જુગારીઓને ઝબ્બે કર્યા 

 

નેત્રંગ પોલીસ સબ ઇન્સ્પેકટર કે.એન.વાઘેલાને બાતમી મળી હતી કે “હાથાકુંડી ગામનો દિનેશ ગોનાભાઇ વસાવા કે જે જયંતી પ્રભુભાઇ પટેલનાં શેરડીવાળા ખેતરમાં શેડા ઉપર આવેલ આંબાનાં ઝાડ નીચે કેટલાક ઇસમોને ભેગા કરીને પત્તા પાના વડે રૂપિયાની હારજીતનો જુગાર રમી રમાડે છે.” જે બાતમી આધારે બાતમીવાળી જગ્યાએ રેઈડ કરતા સ્થળ ઉપરથી જુગાર રમતા (૧) જીગ્નેશ ઉર્ફે જીગો ચીમન વસાવા, (૨) નરવેશ અમરસીંગ વસાવા, (૩) રીકેશ દામજી વસાવા, (૪) નરોત્તમ પારસીંગ કટવાળીયા, (૫) દિનેશ ગોના વસાવા, (૬) જયેન્દ્ર ઉર્ફે બોળો રમેશ વસાવા, (૭) સુકરીયા ફુલજી વસાવા, (૮) માનસીંગ સેધળ વસાવા આઠેય રહે.હાથાકુંડી, નિશાળ ફળીયુ મળી ફૂલ-૮ ઈસમોને ઝડપી પાડયા હતાં. પકડાયેલ ઈસમો પાસેથી રોકડા રૂપિયાનો દાવ લગાવી હારજીતનો જુગાર રમતા અંગઝડતીના રોકડા રૂપિયા રોકડા રૂપિયા-૫,૮૦૦/- તથા દાવ ઉપરથી મળેલા રોકડા રૂ.૬,૩૨૦/- મળી કુલ રોકડા રૂ.૧૨,૧૨૦/- તથા મો.સા.નંગ.૨ કી.રૂ.૨૫,૦૦૦/- મળી કુલ્લે રૂપીયા ૩૭,૧૨૦/- ના મુદ્દામાલ સાથે પકડી કાયેદસરની કાર્યવાહી કરી તપાસ હાથ ધરવામાં આવી.

 

સદર કામ ગીરી અ.હે.કો વિજયસિંહ, અજીતભાઇ તથા અ.પો.કો અજીતભાઇ, અનિલભાઇ,પરમાનંદભાઇ દ્રારા ટીમવર્કથી કરવામાં આવેલ છે.

[wptube id="1252022"]
Back to top button