MORBIMORBI CITY / TALUKO
મોરબી-નેશનલ હાઈવે બાબતે ગોર ખીજડીયા ગામના ખેડૂતોએ પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું

મોરબી-નેશનલ હાઈવે બાબતે ગોર ખીજડીયા ગામના ખેડૂતોએ પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું
ગોર ખીજડીયા ગામના ખેડૂતોએ પ્રાંત અધિકારીને આવેદન પાઠવી જણાવ્યું છે કે નેશનલ હાઇવે ઓથોરીટી દ્વારા નવો હાઈવે બનાવવાના છે જેની એક કિમી સમકક્ષ એરિયામાં અગાઉ જ મોરબી નવલખી હાઈવે આવેલ છે જે 2 લેન છે અને ૪ લેન પાસ થઇ ગયો છે જેથી બીજો કોઈ નવો હાઈવે બનાવવાની જરૂરત નથી તેમજ ગોર ખીજડીયા ગામે ખેતી લાયક ઉપજાઉ જમીન કપાતમાં છે અખબારના માધ્યમથી ગેઝેટ ઓફ ઇન્ડિયાના આધારે કપાત જમીન અંગે ખંડમાં દર્શાવેલ છે ત્યારે પૈકી ભાગો ક્યાં કપાય છે તેમજ વળતર કેટલું ચૂકવશે તેની વિગતો આપવા માંગ કરવામાં આવી છે ખેડૂતોના વાંધા/પ્રશ્નો અંગે યોગ્ય નિરાકરણ લાવવા માંગ કરી છે પ્રશ્ન નહિ ઉકેલાય તો ખેડૂતોએ આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે
[wptube id="1252022"]