MORBIMORBI CITY / TALUKO

બાગાયત ખાતાની વિવિધ યોજનાઓની સહાય મેળવવા માટે ૧૦ દિવસમાં જરૂરી કાગળો રૂબરૂ જમા કરવવા જરૂરી

બાગાયત ખાતાની વિવિધ યોજનાઓની સહાય મેળવવા માટે ૧૦ દિવસમાં જરૂરી કાગળો રૂબરૂ જમા કરવવા જરૂરી

I-khedut પોર્ટલ પર અરજી કરી હોય તેવા બાગાયતદાર ખેડૂતોએ જરૂરી સાધનિક કાગળો નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી, લાલબાગ ખાતે જમા કરાવવા

ચાલુ નાંણાકીય વર્ષ ૨૦૨૩-૨૪ માટે બાગાયત ખાતા દ્વારા ચાલતી યોજનાઓના વિવિધ ઘટકોમાં સહાય મેળવવા માટે I-Khedut પોર્ટલ પર ઓનલાઇન અરજી કરેલ હોય પરંતુ જેઓએ ઓનલાઇન અરજી સાથે જરૂરી સાધનીક કાગળો અત્રેની કચેરી એ રજુ કરેલ ન હોય તેવા તમામ બાગાયતદાર ખેડુતો સહાય યોજનાઓથી વંચિત રહી ના જાય તે હેતુથી ઓનલાઇન અરજીપત્રક સાથે નવા ૭-૧૨, ૮-અ, આધારકાર્ડ નકલ, બેંક પાસબુક નકલ અને રદ કરેલ ચેક, જાતિનું પ્રમાણપ્રત્ર (અનુ. જાતિ) જેવા સાધનિક કાગળો દિન-૧૦ માં નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી, રૂમ નં ૨૨૬-૨૨૭, તાલુકા સેવા સદન, લાલબાગ (ફોન નં:-૦૨૮૨૨-૨૪૧૨૪૦), મોરબીના સરનામે અચુક રજૂ કરવાના રહેશે જેની સર્વે ખેડુતોએ નોંધ લેવા મોરબી નાયબ બાગાયત નિયામકશ્રીની યાદીમાં જણાવાયું છે.

[wptube id="1252022"]
Back to top button