મોરબી મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા વૃદ્ધા આશ્રમમાં નવ કુલરોનું વિતરણ કરવામાં આવ્યું..

મોરબી મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા વૃદ્ધા આશ્રમમાં નવ કુલરોનું વિતરણ કરવામાં આવ્યું..

મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિઓ માટે જાણીતી બનેલ છે.. ત્યારે તારીખ 6 6 2023 ના રોજ મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા વીસી ફાટક પાસે આવેલા વૃદ્ધાશ્રમમાં આવી કાળજાળ ગરમીમાં વૃદ્ધોને ઠંડક આપે તે હેતુથી 9 કુલરોનું વિતરણ કરવામાં આવ્યું હતું.. આ સમયે વૃદ્ધાશ્રમના ટ્રસ્ટીઓએ પણ હાજરી આપી હતી.. વૃદ્ધાશ્રમમાં રહેતા વડીલોના ચહેરા ઉપર એક અનેરૂ સ્મિત જોવા મળ્યું હતું..

પ્રોગ્રામની શરૂઆત ગણેશ વંદના ની સાથે કરવામાં આવી હતી ત્યારબાદ વૃદ્ધાશ્રમના ટ્રસ્ટી મગનભાઈએ લઘધિરજી ટ્રસ્ટ બાબતે થોડીક જાણકારી આપી હતી અને ટ્રસ્ટીઓ દ્વારા પ્રત્યેક મુસ્કાન વેલફેર સોસાયટીના કુલરોના દાતા તથા અન્ય સભ્યોના પુષ્પગુચ્છ દ્વારા સન્માનિત કરવામાં આવેલ.. ઉપરાંત આ સાથે ટ્રસ્ટીઓ દ્વારા એક પ્રશંસા પત્ર પણ મુસ્કાન વેલફેર સોસાયટીને એનાયત કરેલ.. આ સમયે ટ્રસ્ટીઓ દ્વારા મુસ્કાન વેલ્ફેર સોસાયટી ભવિષ્યમાં પણ આવા ઉમદા કાર્યો કરી ઉતરોતર સફળતાના શિખરો પાર કરે તેવા આશીર્વચન આપેલા.. કાર્યક્રમના અંતે મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા ગરમ સમોસા, કોલ્ડ્રિંક્સ તેમજ મીઠાઈ સહિત સ્નેકસ રાખવામાં આવેલ.. આ કાર્યક્રમમાં મુસ્કાન વેલફેર સોસાયટીના સભ્યોએ બહોળી સંખ્યામાં હાજરી આપી પ્રોજેક્ટને ચાર ચાંદ લગાવ્યા હતા..









