
તા.૬ જૂન
વાત્સલ્યમ્ સમાચાર
હવામાન ખાતાની આગાહી અનુસાર તા. ૦૭ જૂન થી ૧૧ જૂન સુધી રાજકોટ જિલ્લામાં ભારે પવન સાથે વરસાદ આવવાની શક્યતા હોવાથી બાગાયતી પાકોની ખેતી કરતાં ખેડૂત મિત્રોને ખેતીવાડી વિભાગ દ્વારા નીચે મુજબની સૂચનાઓ આપવામાં આવી છે.
ફળ અને શાકભાજી ઉતારી લેવા, તૈયાર ખેત પેદાશો સલામત સ્થળે ખસેડી લેવા, ઉત્પાદન અવસ્થાના પાકોનો સુરક્ષીત સંગ્રહ કરવો, પાકોમાં પિયત ટાળવું તેમજ ફળપાકોમાં ટેકા આપવા તથા થડની આજુબાજુ માટી ચઢાવવી અને આ આગાહી દરમ્યાન કોઈપણ રાસાયણિક સેન્દ્રિય ખાતરો કે હોર્મોન્સના છંટકાવ કરવા નહિ વાદળછાયું વાતાવરણ અથવા વરસાદ પછી રોગ-જીવાતની શકયતાઓ રહેલી છે. જેના નિયંત્રણ માટે બગીચામાં અવલોકન કરતાં રહેવું અને જરૂર જણાય તો શોષક પ્રકારની ફૂગનાશક, જૈવિક દવાઓનો છંટકાવ કરવાની ભલામણ કરવામાં આવી છે. તેમ નાયબ બાગાયત નિયામકશ્રી, રાજકોટની યાદીમાં જણાવાયું છે.