
તા.૬ જૂન
વાત્સલ્યમ્ સમાચાર
અમુ સિંગલ જેતપુર
આગામી તા. ૨૧ જૂન, ૨૦૨૩ના રોજ નવમાં ‘આંતરરાષ્ટ્રીય યોગ દિવસ’ને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. જેની ઉજવણી નિમિત્તે ગુજરાત રાજ્યના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક વિભાગ અંતર્ગત રાજ્ય યોગ બોર્ડ દ્વારા તમામ જિલ્લાઓમાં દર શનિવાર અને રવિવારે કોમન યોગ પ્રોટોકોલ તાલીમ શિબિરોનું આયોજન કરવામાં આવ્યું છે. જે અન્વયે રાજકોટ શહેરમાં આવેલ કિશોરસિંહજી શાળામાં ગત તા. ૦૪ જૂનને રવિવારના રોજ કોમન યોગ પ્રોટોકોલ તાલીમ શિબિર યોજાઈ હતી. જેમાં લગભગ ૧૦૦ જેટલા સાધકોને યોગની પ્રેક્ટીકલ તાલીમ આપીને યોગના ફાયદા અંગે માહિતગાર કરાયા હતા.
આ યોગ શિબિરમાં જિલ્લા યોગ કો-ઓર્ડીનેટરશ્રી દીપકભાઈ તળાવીયા, મહાનગરપાલિકા યોગ કો-ઓર્ડીનેટરશ્રી વંદનાબેન રાજાણી, યોગ કોચશ્રીઓ નીતાબેન શાહ, પદ્માબેન રાચ્છ, નીતિનભાઈ કેસરિયા, યોગાચાર્યશ્રી અજયભાઈ મકવાણા, પતંજલિ મહિલા સમિતિના પ્રભારીશ્રી નીશાબેન ઠુમ્મર, પતંજલિ સમિતિના પ્રભારીશ્રી નટુભાઈ ચૌહાણ ઉપસ્થિત રહ્યા હતા.