
મોરબી નવલખી હાઇવે ૨ લેન હોવા છતા ૪ લેન પાસ થયો છે.જેમા ઘણા ખેડૂતોની જમીન કપાય થાય છે. જેથી લુંટાવદર ગામના ખેડૂતોએ અગાઉથી જ ૨ લેન હાઇવે હોવા છતાં ૪ લેન હાઇવે કોઈ જરૂરિયાત ન હોવાની તથા NHAI હાઇવે સામે વાંધો દર્શાવી પ્રાંત અધિકારીને લેખિત રજૂઆત કરી છે. જેમાં લુંટાવદર ગામના ખેડૂતોએ રજૂઆતમાં જણાવ્યું હતું કે, NHAI દ્વારા હાઇવે કાઢવામાં આવેલ છે જેની એક કિલોમીટર સમકક્ષ એરિયામાં અગાઉથી જ મોરબી-નવલખી હાઇવે આવેલ છે, જે ર લેન છે. તથા સરકાર દ્વારા ૪ લેન પાસ થઈ ગયેલ છે, જેથી બીજો કોઈ નવો હાઇવે બનાવવાની જરુરીયાત નથી. તથા લૂંટાવદર તાલુકા મોરબીની NHAI હાઇવેમાં કુલ ખેતી લાયક ઉપજાઉ કપાત જમીન ૨૬-૮૯-૨૯ હૈ-આર છે. જે બહુજ વધારે કહેવાય જેના લીધે ઘણા ખેડૂતોને આ હાઇવે ના કારણે થતું આર્થિક નુકસાન પરવડે તેમ નથી. તા.31માર્ચના ન્યુઝ પેપરમાં છાપેલ THE GAZETTE OF INDIA ના આધારે કપાત જમીનના સર્વે ને ખંડમા દર્શાવેલ છે. જેના લીધે પૈકી ભાગો કયા કપાય છે. જેની જાણ થાય તેમ નથી. તો અમોને પૈકી ભાગોમાં કેટલા પૈકી ભાગો કપાય છે તથા કેટલી જમીન કપાય છે. તે પૈકી ભાગો વાળુ લીસ્ટ 10 દીવસમાં આપવા જણાવ્યું હતું. જેથી કરી 21 દીવસમાં અમારા વાંધા રજુ કરી શકીયે.

વધુમાં ન્યુઝ પેપરમા છાપેલ THE GAZETTE OF INDIA ના આધારે કપાત જમીનના પૈકી ભાગો દર્શાવેલ નથી. તથા કપાત જમીનનું વળતર કેટલુ આપવામાં આવશે તે પણ જણાવેલ નથી. તો આપની કક્ષાએથી અંદાજીત વળતર કેટલું ચુકવાશે તે જણાવશો. જેથી અમો 21 દીવસની અંદર અમરા પ્રશ્નો રજુ કરી શકીયે, તેમજ અમારે બીજા કોઇ નવા હાઇવે ની જરૂરીયા નથી તથા ઉપરોકત રજૂઆતનું કોઈ નીરાકરણ કરવામાં નહીં આવે તો ખામીએ ના છુટકે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે તેવી લુંટાવદર ગામના ખેડૂતોએ ચીમકી ઉચ્ચારી છે.









