NATIONAL

ભાગલપુરમાં 1700 કરોડના ખર્ચે સુલતાનગંજ-અગુવાની ગંગા નદી પર નિર્માણાધીન ફોર-લેન પુલ બે કટકા થઈ ગયા

ભાગલપુરમાં 1700 કરોડના ખર્ચે સુલતાનગંજ-અગુવાની ગંગા નદી પર નિર્માણાધીન ફોર-લેન પુલ બે કટકા થઈ ગયા

બિહારમાં મોટી દુર્ઘટના સામે આવી છે. બિહારના ભાગલપુરમાં એક નિર્માણાધીન પુલ ધરાશાયી થયો છે. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જોકે, હજુ સુધી કોઈ જાનહાનિના અહેવાલ સામે આવ્યા નથી.
ભાગલપુરમાં 1700 કરોડના ખર્ચે સુલતાનગંજ-અગુવાની ગંગા નદી પર નિર્માણાધીન ફોર-લેન પુલ બે કટકા થઈ ગયા છે. નિર્માણાધીન બ્રિજનું સુપર સ્ટ્રક્ચર એકએક તૂટીને નદીમાં ધરાશાયી થયું છે. અગુવાની તરફનો બ્રિજનો પિલર નંબર 10, 11, 12 ઉપરનું આખું સુપર સ્ટ્રક્ચર કડડભૂસ થઈને પાણીમાં ગરકાવ થઈ ગયું છે. જોકે બ્રિજનું સ્ટ્રક્ચર ધરાશાયી થવાનું કારણ હજુ સુધી સ્પષ્ટ થયું નથી. આ બ્રિજનું નિર્માણ એસ.પી.સિંગલાની કંપની દ્વારા થઈ રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, ભાગલપુર જિલ્લાના સુલતાનગંજમાં બની રહેલો આ પુલ ખગરિયા અને ભાગલપુર જિલ્લાને જોડવા માટે બનાવાઈ રહ્યો છે.

[wptube id="1252022"]
Back to top button