
વાત્સલ્યમ્ સમાચાર
દિપક પટેલ-ખેરગામ
નવસારી જનજાગૃતિ સમિતિ દ્વારા 150 જેટલાં બાળકોને નોટબુક સહિતની ભણતર માટેની સામગ્રીનું વિતરણ કરવામાં આવ્યું.
સામાજિક ક્ષેત્રે
વ્યસનમુક્તિ,ભણતર,અંધશ્રદ્ધામુક્તિ,સમાજસુધારણા વગેરે વિષયો પર સત્કાર્યો માટે જાણીતી સમસ્ત આદિવાસી સમાજની નવસારીની શાખા આદિવાસી જનજાગૃતિ સમિતિ દ્વારા 150 જેટલાં બાળકોને નોટબુક,પેન સહિતની ભણતર માટેની સામગ્રી વિનામુલ્યે વહેંચવામાં આવી. જેમાં મુખ્ય મહેમાન તરીકે સમસ્ત આદિવાસી સમાજ નવસારી જિલ્લા પ્રમુખ ડો.નિરવ ભુલાભાઇ પટેલ અને ડો.દિવ્યાંગી નિરવ પટેલ અને અતિથિ વિશેષ તરીકે અજયભાઇ પટેલ કાંગવઈ,અરવિંદભાઈ પટેલ, નરેશભાઈ રસોઈયા ઉપસ્થિત રહ્યા હતાં.ડો.નિરવ પટેલ અને એમની ટીમ દ્વારા આદિવાસી સમાજ અને દેશના મહાનુભાવો વિશે જાણકારી આપતી નોટબુક તાજેતરમાં જ ખુબ જ રાહત દરે બજારમાં મુકવામાં આવી હતી અને તે નોટબુકનું વિતરણ ગરીબ બાળકોને કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે ડો.નિરવ પટેલે બાળકોને શિક્ષણનું અને સમાજનું મહત્વ સમજાવ્યું હતું અને સમાજ,દેશ માટે કંઈક સારુ કરી છૂટવાની અપીલ કરી હતી.સમગ્ર કાર્યક્રમનો ખર્ચ રાહુલ પટેલે મુખ્ય દાતા તરીકે ઉઠાવ્યો હતો અને સહઆયોજક તરીકે ધર્મેશભાઈ
ડીજે,શૈલેષભાઇ,કમલેશભાઈ,કેતનભાઈ,સંજયભાઈ,રાકેશભાઈ,અજયભાઇ,ધર્મેશભાઈ કોન્ટ્રાકટર,હાર્દિક,મેહુલ,નિખિલ, સહિતના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં.



