
તા.૪ જૂન
વાત્સલ્યમ્ સમાચાર
અમુ સિંગલ જેતપુર
જેતપુર “તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ’’ તા. ૨૮ જૂનના રોજ મામલતદારશ્રીની કચેરી, જેતપુર ખાતે યોજાશે, જેમાં ગ્રામ્ય કે તાલુકા કક્ષાએ લેખિત રજૂઆત કરેલ પ્રશ્નો અનિર્ણિત હોય, ગ્રામ, નગરપાલીકા અને તાલુકા કક્ષાને સ્પર્શતા જ પ્રશ્નો હોવા જોઈએ અને તે સિવાયાના પ્રશ્નો હોય તો જે તે સક્ષમ કચેરીને રજુઆત કરવાની રહેશે.

અત્રે એક જ વિષયને લગતી રજુઆતની અરજી બે નકલમાં પુરાવા સાથે મામલતદાર કચેરી, જેતપુર ખાતે તા. ૧૦/૦૬/૨૦૨૩ સુધીમાં રજૂ કરવા જેતપુર શહેર મામલતદારશ્રી કે.એમ.અધેરા તેમજ જેતપુર ગ્રામ્ય મામલતદારશ્રી ડી.એ ગીનીયાની સંયુકત યાદીમાં જણાવવામાં આવ્યું છે.
[wptube id="1252022"]








