LUNAWADAMAHISAGAR

વિશ્વ પર્યાવરણ દિવસ ૫ જુન ૨૦૨૩ ના રોજ આદર્શ વિદ્યાલય, લુણાવાડા ખાતે યોજાશે

વાત્સલ્ય સમાચાર આસીફ  લુણાવાડા

વિશ્વ પર્યાવરણ દિવસ ૫ જુન ૨૦૨૩ ના રોજ આદર્શ વિદ્યાલય, લુણાવાડા ખાતે યોજાશે

મહિસાગર વન વિભાગ દ્વારા પર્યાવરણ લક્ષી જીવનશૈલી અપનાવવા બાબતે વિવિધ અભિયાન હાથ ધરેલ છે

વડાપ્રઘાનના પર્યાવરણલક્ષી જીવનશૈલી અપનાવવા સબબના કેમ્પઈનને પુર્ણ કરવા મુખ્યમંત્રી અને વનમંત્રીશ્રીની સુચના અને માર્ગદર્શન અનુસાર દરેક જિલ્લામાં અલગ -અલગ કામગીરીઓ હાથ ઘરવામાં આવી રહેલ છે.

જેના ભાગરૂપે મહિસાગર વન વિભાગ દ્વારા પણ પર્યાવરણ લક્ષી જીવનશૈલી અપનાવવા બાબતે વિવિધ કામો જેવા કે, જંગલ વિસ્તાર ધરાવતા ૧૦૦ ગામોમાં પ્લાસ્ટીક કલીનઅપ અભિયાન શરૂ કરેલ છે. વન વિકાસ સહભાગી મંડળીઓના સહયોગથી એન.જી.ઓ.ના સહયોગથી જિલ્લામાં- ૫ જગ્યાએ ભુમિ અને ભેજ સંરક્ષણના કામો તેમજ ૧૧ જગ્યાએ વન કવચ હેઠળ જંગલ વિસ્તારોમાં વાવેતરોનું અભિયાન ખુબજ મોટા પાયે હાથ ઘરેલ છે.

 

[wptube id="1252022"]
Back to top button