LUNAWADAMAHISAGAR

મહીસાગર જિલ્લામાં કૃષિ વૈવિધ્યકરણ યોજના અંતર્ગત વર્ષ- ૨૦૨૩-૨૪માં આદીજાતિ ખેડૂતોને રૂા.૧.૩૯ કરોડની સહાય રાજય સરકાર દ્વારા અપાશે

વાત્સલ્ય સમાચાર આસીફ શેખ લુણાવાડા

મહીસાગર જિલ્લામાં કૃષિ વૈવિધ્યકરણ યોજના અંતર્ગત વર્ષ- ૨૦૨૩-૨૪માં આદીજાતિ ખેડૂતોને રૂા.૧.૩૯ કરોડની સહાય રાજય સરકાર દ્વારા અપાશે

સંતરામપુર અને કડાણા તાલુકાના ૨૬૫૯ જેટલા આદિજાતિ ખેડૂતોને સોયાબિન બિયારણ અને ખાતર કીટનું વિતરણ કરાયું

રાજય સરકાર દ્રારા આદિજાતિ ખેડૂતો આર્થિક રીતે સધ્ધરતા પાપ્ત કરી પોતાનું જીવન ધોરણ ઉચું આવે તેવા ઉમદા આશય થી રાજય સરકાર દ્રારા કૃષિ વૈવિધ્યકરણ યોજના આદીજાતિ વિસ્તારના ખેડૂતો માટે અમલમાં મુકવામાં આવેલ છે, જેથી આદિજાતિ વિસ્તારના આદિજાતિ ખેડૂતોને કૃષિ થકી વધુ આવક મેળવતા થઇ શકે. આ પ્રોજેક્ટ અંતર્ગત સારી ગુણવત્તાના બિયારણ તથા ખાતરની કીટનું વિતરણ અને ખેતીને લગતી જરૂરી તાલીમ આપવમાં આવે છે હાલ આ પ્રોજેક્ટ રાજ્યના મહિસાગર જિલ્લા સહિત અન્ય આદિજાતિ જીલ્લાઓમાં અમલમાં આવેલ છે.

આદિજાતિ વિકાસ પ્રોજેક્ટ એ જીવન-નિર્વાહના અન્ન પાક (ખાસ કરીને મુખ્ય અનાજ) ને બદલે વધુ વળતર આપતા વિવિધતાપૂર્ણ બજાર-લક્ષી પાક તરફ ક્રમિક વલણની પ્રક્રિયા છે. કૃષિ વૈવિધ્યકરણની પ્રક્રિયા સુધારેલ ગ્રામીણ માળખાગત સુવિધાની ઉપલબ્ધતા, આદિજાતિ વિકાસમાં ઝડપી તકનીકી વિકાસ અને ખોરાકમાં બદલાયેલી માંગની પેટર્નને કારણે શરૂ થવા પામી છે. આથી, વધુ મુલ્યના પાક તરફેની આ વૈવિધ્યકરણની પ્રક્રિયા કૃષિનો વિકાસને વેગ આપશે અને ગ્રામીણ ઉદ્યોગ સાહસિકતાને નવા યુગમાં લઇ જશે તથા રોજગારની નવીન તકો પેદા કરશે. આ કૃષિ વૈવિધ્યકરણ યોજના અંતર્ગત મહીસાગર જિલ્લામાં સંતરામપુર અને કડાણા તાલુકામાં ૨૬૫૯ આદિજાતિ ખેડૂતોના લક્ષ્યાંક સામે પ્રાયોજના વહીવટદાર મહીસાગર અને ગુજરાત સ્ટેટ ફર્ટીલાઇઝર કંપની દ્રારા આદિજાતિ ખેડૂતોને ૨૫ કિલો સોયાબિન બિયારણ, ૫૦ કિલો ડી.એ.પી. ખાતર(૧ બેગ), પ૦ કિલો ગ્રામ પ્રોમ( ઓર્ગેનીક મેન્યુઅર ૧ બેગ) ૫૦૦ મી.લી. નેનો યુરીયા મળી અંદાજે રૂા.૫૨૦૦/- ની સહાય પ્રત્યેક ખેડૂતને આપવામાં આવશે. લાભાર્થીએ રૂા.૫૦૦/- ફાળો આપવાનો રહેશે. જેના પેટે રૂા.૧.૩૯ કરોડની સહાય સરકારશ્રી દ્વારા આદિજાતિ ખેડૂતોને મળશે.

આ યોજના હેઠળ મહીસાગર જિલ્લામાં વર્ષ-૨૦૨૩-૨૪માં સંતરામપુર તાલુકાના ૧૯૩૫ અને કડાણા તાલુકાના ૭૨૪ ખેડૂત લાભાર્થીઓને લાભ આપવામાં આવશે. આ અગાઉ વર્ષ-૨૦૧૮-૧૯માં ૪૬૭૭, વર્ષ-૨૦૧૯-૨૦માં ૫૬૨૮,વર્ષ-૨૦૨૦-૨૧માં ૨૫૦૦,વર્ષ-૨૦૨૧-૨૨માં ૩૩૦૦, વર્ષ-૨૦૨૨-૨૩માં ૬૬૦૩ મળી છેલ્લા, પાંચ વર્ષમાં જિલ્લામાં ૨૨૭૦૮ આદિજાતિ ખેડૂતોનેઆ યોજનાનો લાભ આપવામાં આવ્યો છે.

આ યોજના હેતુ આદિજાતિ ખેડૂતોને ખેતીની વૈજ્ઞાનિક પઘ્ધજતિઓની તાલીમ આપી, કૃષિ વૈવિધ્યકરણ યોજના અમલીકરણ દ્વારા ખેત ઉત્પાકદકતા વધારી ખેત પેદાશોમાં વધારો કરી રાજ્યની જરૂરિયાતો હાંસલ કરવાનો અને આદિજાતિ ખેડૂતોની આવક વધારવાનો છે.યોજનાનુ અમલીકરણ તમામ આદિજાતિ જીલ્લાઓમાં અમલીકરણ એજન્સી (એગ્રીકલ્ચર સર્વિસ પ્રોવાઇડર) દ્વારા પ્રાયોજના કચેરીના પરામર્શમાં રહી યોજનાનુ અમલીકરણ કરવામાં આવે છે.આદિજાતિ વિસ્તારમાં ગરીબી રેખા નીચે જીવતા તથા ફોરેસ્ટ રાઇટ એક્ટ ધરાવતા આદિજાતી ખેડૂતો પૈકી ભેદભાવ રહિત લાભાર્થીની પસંદગી પ્રક્રિયા તથા કીટ વિતરણ કરવામાં આવે છે જેમાં ૦ થી ૨૦ બી.પી.એલ. સહિતના આદિજાતી ખેડૂતો નો સમાવેશ કરવામાં આવે છે. લાભાર્થી ફાળો રૂા.૫૦૦ /- લેવામાં આવે છે.

[wptube id="1252022"]
Back to top button