
જંબુસર તાલુકાનાં ઉચ્છદ ગામ પાસે બે વિવિધ માર્ગ અકસ્માતમાં બે વ્યક્તિઓના થયેલા મોત.
જંબુસર તાલુકાનાં જંબુસર પાદરા રોડ પર ઉચ્છદ ગામ પાસે બે વિવિધ માર્ગ અકસ્માતમાં બે વ્યક્તિઓના કરુણ મોત થયાનાં સમાચાર પ્રાપ્ત થયા છે.
વેડચ પોલીસ સૂત્રોમાંથી પ્રાપ્ત માહિતી અનુસાર જંબુસર તાલુકાના ઉચ્છદ ગામના બસ સ્ટેન્ડ પાસે તા.૨-૬-૨૩ ના રોજ વહેલી સવારે કોઈ અજાણ્યા વાહન ચાલકે ગફલત ભરી અને પૂર ઝડપે રીતે પોતાનું વાહન હંકારી લાવી કોઈ અજાણ્યા પુરુષને ( ઉ.વ.૪૫ ) ને અડફેટમાં લેતા ગંભીર ઇજાઓના કારણે તેનું કરુણ મોત થયું હતું. જોકે મરણ જનાર વ્યક્તિ અસ્થિર મગજનો હોય એવું જાણવા મળ્યું હતું. ઉપરોક્ત બાબત અંગે ઉચ્છદ ગામના સરપંચે વેડચ પોલીસને જાણ કરી હતી.પોલીસે અકસ્માત ઘટના સ્થળે જઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
બીજા બનાવમાં આજ અરસામાં ઉચ્છદ ગામ પાસે આવેલ પીડીટ કંપની પાસેથી પસાર થતાં સુરેશભાઈ સવાજી ભુરાજી પુરોહિત ( રહે બજરંગ કંપની અણખી ) મૂળ રાજસ્થાન ના ઓને કોઈ અજાણ્યા વાહન ચાલકે પૂર ઝડપે અને ગફલત ભરી રીતે પોતાનું વાહન હંકારી લાવી સુરેશભાઈને અડફેટમાં લેતા તેમને શરીરના ભાગે ગંભીર ઇજાઓ થતા તેમનું મોત નીપજ્યું હતું. અજાણ્યા વાહન ચાલક ત્યાંથી ભાગી ગયો હતો. આ બનાવ અંગે મરણ જનારના કાકા વિક્રમ રામજી જુઠાજી (રહે અમદાવાદ ) ના ઓએ વેડચ પોલીસમાં ફરિયાદ દાખલ કરતા વેડચ પોલીસે અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ અકસ્માત મોત અંગેનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આગળની વધુ તપાસ વેડચ પોલીસ ચલાવી રહી છે.